SBIના કરોડો ગ્રાહકોને સ્વતંત્રતા દિવસ પર મોટી ભેટ ! હવે હોમ લોનની EMI ઘટશે
SBI એ હોમ લોન અને કાર લોન સંબંધિત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આનાથી જૂની હોમ લોનનો EMI અથવા મુદત ઘટી શકે છે. નવી હોમ લોન લેવી પહેલા કરતા સસ્તી થશે. ઉપરાંત, EMI પણ ઘટી શકે છે. આ લાભ એવા SBI ગ્રાહકો માટે હશે જેમણે ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે.

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પર તેના કરોડો ગ્રાહકોને રાહત આપી છે. SBI એ હોમ લોન અને કાર લોન સંબંધિત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આનાથી જૂની હોમ લોનનો EMI અથવા મુદત ઘટી શકે છે. નવી હોમ લોન લેવી પહેલા કરતા સસ્તી થશે. ઉપરાંત, EMI પણ ઘટી શકે છે. આ લાભ એવા SBI ગ્રાહકો માટે હશે જેમણે ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે. SBI એ MCLR માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દરો આજથી, 15 ઓગસ્ટ 2025 થી અમલમાં આવ્યા છે.

MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં આ વખતે 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓવરનાઈટ અને 1 મહિનાનો MCLR: તે 7.90% થઈ ગયો છે. તે પહેલા 7.95 ટકા હતો.

3 મહિનાનો MCLR: 8.35% થી ઘટાડીને 8.30% કરવામાં આવ્યો છે, 6 મહિનાનો MCLR: 8.70% થી ઘટાડી 8.65% કર્યો છે , 1 વર્ષનો MCLR: 8.80% થી ઘટાડી 8.75%, તેમજ 2 વર્ષનો MCLR: 8.85% હતો જે જે ઘટાડીને 8.80% કરવામાં આવ્યો છે. આ સિવાય 3 વર્ષનો MCLR: 8.90% થી ઘટાડી 8.85% કરવામાં આવ્યો છે.

SBI ના આ પગલાથી આવનારા સમયમાં EMIમાં રાહત મળી શકે છે. ખાસ કરીને એવા ગ્રાહકોને ફાયદો થશે જેમના લોનનો વ્યાજ દર MCLR અથવા અન્ય ફ્લોટિંગ રેટ સાથે જોડાયેલ છે. જો તમે નવી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા ટોપ-અપ કરવા માંગો છો, તો આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે. કારણ કે હવે તમને ઓછા વ્યાજ દરે હોમ લોન, કાર લોન મળશે.

હોમ લોન પ્રોસેસિંગ ફી: SBI હોમ લોન પર 0.35% પ્રોસેસિંગ ફી (GST વધારા) વસૂલ કરે છે, જેની લઘુત્તમ મર્યાદા રૂ. 2,000 અને મહત્તમ મર્યાદા રૂ. 10,000 છે.

CIBIL સ્કોર શું છે? : CIBIL એક ક્રેડિટ માહિતી કંપની છે જે તમારો ક્રેડિટ ઇતિહાસ અને સ્કોર પ્રદાન કરે છે. વધુ સારા સ્કોરનો અર્થ એ છે કે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની શક્યતા. આ ઉપરાંત, એક્સપિરિયન, ઇક્વિફેક્સ અને હાઇમાર્ક પણ RBI દ્વારા માન્ય ક્રેડિટ એજન્સીઓ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક છે. 2 જૂન 1806ના રોજ કલકત્તામાં ‘બેંક ઓફ કલકત્તા’ની સ્થાપના કરવામાં આવી હતી. આ અંગે વધારે માહિતી વાંચવા અહીં ક્લિક કરો
