માંડ ઠેકાણે પડ્યાતા.. અનિલ અંબાણીને ફરી મોટો ઝટકો, SBI એ RCom લોનને છેતરપિંડી જાહેર કરી, જાણો હવે શું થશે
એસબીઆઈએ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ના લોન ખાતાને છેતરપિંડી ગણાવી છે. Rcom દ્વારા લોનનો ઉપયોગ નિર્ધારિત હેતુઓ બદલે સંબંધિત પક્ષોને ચુકવણી અને આંતરિક વ્યવહારોમાં કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ના લોન એકાઉન્ટને છેતરપિંડી (Fraud Account) તરીકે જાહેર કર્યું છે. SBI મુજબ, RCom એ લોનની રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુઓને બદલે સંબંધિત પક્ષોને ચુકવણી અને આંતરિક વ્યવહારોમાં કર્યો છે.
શું છે આખો મામલો?
SBI ની ‘છેતરપિંડી ઓળખ સમિતિ’ એ તપાસમાં જણાવ્યું છે કે RCom દ્વારા લોનનો ઉપયોગ ભંડોળના દુરુપયોગ માટે કરવામાં આવ્યો છે. જૂથની વિવિધ કંપનીઓ વચ્ચે ભંડોળ ટ્રાન્સફર થવાથી લોનના હેતુઓનો ભંગ થયો છે.
-
₹41,863 કરોડના આંતર-કંપની વ્યવહારોમાં પણ ગેરરીતિ !
આજનું રાશિફળ તારીખ : 08-07-2025પ્લેને ઉડાન ભર્યા બાદ હવામાં જ વિમાનનો Exit ગેટ ખુલી જાય તો શું થાય?Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણોBCCI આકાશદીપને એક ટેસ્ટ રમવાના કેટલા પૈસા આપે છે?ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલની ઉંમર કેટલી છે? જાણોશરીરમાં યુરિક એસિડ ઘટવાથી આ સમસ્યાઓ થાય છે -
₹13,667 કરોડ લોન ચુકવણીમાં ઉપયોગ કરાયો..
-
₹12,692 કરોડ સંબંધિત પક્ષોને ચૂકવાયો
અનિલ અંબાણીના વકીલનો વિરોધ
અનિલ અંબાણીના વકીલે SBI પર આરોપ મૂક્યો છે કે તેઓએ એકતરફી રીતે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને આ નિર્ણય લીધો છે. વકીલે કહ્યું કે અંબાણીને પોતાનું પક્ષ મૂકવાનો પૂરતો અવકાશ આપવામાં આવ્યો નથી અને SBI એ વર્ષોથી સંતુષ્ટિકારક જવાબ આપ્યો નથી.
હવે શું થશે?
RBI ના નિયમો મુજબ, હવે SBI ને આ માહિતી RBI અને તપાસ એજન્સીઓ (CBI/પોલીસ) ને 21 દિવસમાં આપવી પડશે. આ ઉપરાંત, અનિલ અંબાણી અને RCom ભવિષ્યમાં 5 વર્ષ સુધી કોઈ નવી લોન માટે અયોગ્ય બની શકે છે.
અન્ય બેંકો પણ લઈ શકે છે પગલું
SBI બાદ હવે RCom ને લોન આપનારી અન્ય બેંકો પણ આવું જ પગલું લઈ શકે છે. RCom એ શેરબજારને જાણ કરતાં જણાવ્યું કે તેમને 23 જૂન, 2025ના રોજ SBI તરફથી આ અંગે પત્ર મળ્યો છે.