Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની હાલમાં કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. તેઓ 2019 થી આ પદ પર છે અને ઉત્તર પ્રદેશના અમેઠીથી લોકસભાના સાંસદ છે. તેમની રાજકીય કારકિર્દી 2003 માં શરૂ થઈ જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીની સભ્ય બન્યા અને દિલ્હીના ચાંદની ચોક લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સામે હાર્યા.

સ્મૃતિ ઈરાની 2010 થી 2013 સુધી ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં હતા. 2014 થી માનવ સંસાધન વિકાસ મંત્રી, કાપડ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા છે. તે 2011 થી 2019 સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. 2019 માં, તેમણે અમેઠીથી ચૂંટણી લડી અને ત્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા.

રાજકારણમાં પ્રવેશતા પહેલા સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી ટીવી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેણે વર્ષ 1998માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. આ સાથે તેમણે 4 અલગ-અલગ ભાષાઓમાં થિયેટર પણ કર્યું છે. સ્મૃતિ ઈરાનીએ લાલ સલામ નામનું પુસ્તક પણ લખ્યું છે.

 

Read More

What India Thinks Today Summit : અમેઠીમાં મળેલી હાર અને તેમના પર કરવામાં આવેલા કટાક્ષ વિશે સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ TV9 ના મહામંચમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે અમેઠીના સાંસદ રહીને કરેલા કામ અને પછી ત્યાં મળેલી હાર વિશે પણ વાત કરી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, જો હું નેતા હોત, તો હું સુરક્ષિત બેઠક શોધત. જો હું નેતા હોત, તો મને આગામી ચૂંટણીઓની ચિંતા હોત.

Uttar Pradesh Elections Exit Poll Results 2024: યુપીની 80 બેઠકોનો સૌથી સચોટ એક્ઝિટ પોલ, જાણો ભાજપ અને વિપક્ષી પાર્ટીને કેટલી મળશે બેઠક ?

લોકસભા ચૂંટણી 2024માં મતદાનનો અંતિમ તબક્કો આજે પૂરો થયા બાદ, TV9 દ્વારા એક્ઝિટ પોલના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ યુપીની તમામ 80 લોકસભા બેઠકો માટે સીટની જાણકારી તમને આપશે, જો કે, અંતિમ પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

20 મેના રોજ 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન, રાહુલ, સ્મૃતિ, રાજનાથ સહિતની આ હસ્તીઓ ચૂંટણીના રણમેદાને

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુની તથા લદાખની એક-એક બેઠક પર મતદાન થશે.

ચૂંટણીમાં હાર્યા બાદ, હવે શું કરે છે ત્રણ બાળકોની માતા સ્મૃતિ ઈરાની ? જાણો તેના પરિવાર અંગે

આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ યુપીની અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે ટીવી સિરીયલ થી લઈ ફિલ્મો અને રાજકારણમાં મોટું નામ કમાનાર સ્મૃતિ ઈરાનીના પરિવાર વિશે વાત કરીશું.

g clip-path="url(#clip0_868_265)">