AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KSBKBT: 25 વર્ષ બાદ તુલસી-મિહિરે આઈકોનિક સીન કર્યો રીક્રિએટ, જુઓ-Video

'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' સિરિયલના છેલ્લા એપિસોડમાં, તુલસી અને મિહિર સાથે સંકળાયેલો એક જૂનો યાદગાપ સીન ફરીથી રી-ક્રિએટ કરે છે, જેને જોઈને ચાહકોને 25 વર્ષ જૂના એપિસોડ યાદ આવી ગઈ છે.

KSBKBT: 25 વર્ષ બાદ તુલસી-મિહિરે આઈકોનિક સીન કર્યો રીક્રિએટ, જુઓ-Video
Tulsi and Mihir iconic sindoor moment
| Updated on: Aug 22, 2025 | 4:27 PM
Share

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ ચાહકોમાં હલચલ મચાવી રહી છે. જોકે, ત્રીજું અઠવાડિયું શરૂ થયા પછી પણ, સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ TRPમાં નંબર 1 બની શકી નથી. આ જ કારણ છે કે એકતા કપૂર ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલની વાર્તાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના છેલ્લા એપિસોડમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું.

તુલસી મિહિરનો આઈકોનિક સીન રીક્રિએટ

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના છેલ્લા એપિસોડમાં, તુલસી અને મિહિર સાથે સંકળાયેલો એક જૂનો યાદગાપ સીન ફરીથી રીક્રિએટ કરે છે, જેને જોઈને ચાહકોને 25 વર્ષ જૂના એપિસોડ યાદ આવી ગઈ છે. વર્ષો પહેલા, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં, તુલસી મંદિરમાંથી સિંદૂર લઈને બહાર આવી રહી હતી. આ દરમિયાન, તુલસી અચાનક મિહિર સાથે ટકરાઈ જાય છે અને આ રીતે મિહિર પહેલીવાર તુલસીને મળે છે. જો કે આ ભાગ બાદ ગઈકાલના એપિસોડમાં પણ ફરી આમ બને છે અને તુલસી મંદિર માંથી સિંદૂર લઈને બહાર આવતી હોય છે ત્યારે મિહિર તેને ટકરાઈ જાય છે અને તે જૂનો સીન ફરી રીક્રિએટ થાય છે.

મિહિર અને તુલસીને તેમનો ભૂતકાળ યાદ આવ્યો

હવે 25 વર્ષ પછી, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના નિર્માતાઓએ આ સીનને ફરીથી જીવંત કર્યું છે. થોડા સમય પહેલા, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના ગઈકાલવા એપિસોડમાં, તુલસી ફરીથી સિંદૂરની પ્લેટ લઈને બહાર આવી રહી હતી અને તુલસી ફરીથી મિહિર સાથે અથડાઈ જાય છે. અચાનક બધુ સિંદૂર મિહિરના ચહેરા પર પડી ગયું અને આમ મિહિરને ફરી એક વાર આ રીતે સિંદૂરનો રંગ લાગતા તુલસી હસી પડે છે, આ જોઈ મિહિરના ચેહરા પર પણ સ્મિત આવી જાય છે અને બન્ને જૂની ક્ષણોને યાદ કરવા લાગે છે.

સીન જોઈ ફેન્સ ખુશ થઈ ગયા

મિહિર અને તુલસીને યાદ આવ્યું કે તેઓએ વર્ષો પહેલા કેવી રીતે તેમની સફર શરૂ કરી હતી. હવે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલનો આ સીન સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. લોકો સતત ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ વિશે વાત કરી રહ્યા છે. ચાહકો કહી રહ્યા છે કે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલના આ સીને તેમને જૂના દિવસોની યાદ અપાવી દીધી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">