KSBKBT: ‘ક્યોંકી સાસ ભી કભી’માં દર્શાવાય છે ગુજરાતી કલ્ચર, ભોજન વસ્ત્રો અને ભાષા-બોલીથી લગાવ્યો છે ગુજરાતી તડકો
Kyunki Saas Bhi Kabhi Bahu Thi Gujarati Culture: 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' સિરિયલ મુખ્યત્વે ગુજરાતી સંસ્કૃતિનું ચિત્રણ કરે છે. તેમાં ગુજરાતના વિરાણી પરિવારને દર્શાવવામાં આવ્યો હતો. સિરિયલમાં ગુજરાતી ભાષા, ભોજન અને તહેવારો પણ મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Gujarati Culture: 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' સિરિયલ મુખ્યત્વે ગુજરાતી સંસ્કૃતિનું ચિત્રણ કરે છે. તેમાં ગુજરાતના વિરાણી પરિવારને દર્શાવવામાં આવ્યો હતો. સિરિયલમાં ગુજરાતી ભાષા, ભોજન અને તહેવારો પણ મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે.

પરિવાર: આ સિરિયલમાં વીરાણી પરિવારને સંયુક્ત પરિવાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જે ગુજરાતી પરિવારોની એક સામાન્ય લાક્ષણિકતા છે. ગુજરાતી ફેમિલિ મોટાભાગે સંયુક્ત ફેમિલિ જ જોવા મળે છે. સિરિયલમાં પણ આવું જોવા મળે છે.

ભાષા-બોલી: આ સિરિયલમાં ગુજરાતી ભાષાના શબ્દો તેમજ વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે "બા" (માઁ) અને "મોટા ભાઈ" જેવા શબ્દો ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરે છે. તેમાં પણ તેના ઘરના રસોઈયા પણ શુદ્ધ ગુજરાતી બોલે છે તેની સાથે તુલસીની વાતો પણ ગુજરાતી દર્શાવામાં આવી છે. એક કેરેક્ટર છે દક્ષાનું. તેનો ગુજરાતી લહેકો ગુજરાતના દર્શકોને પોતાપણાનો અનુભવ કરાવે છે.

ભોજન: આ સિરિયલમાં ઢોકળા, ખાંડવી અને થેપલા જેવા ગુજરાતી ભોજન પણ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે તેનું ફેમિલિ જમવા બેસે છે ત્યારે તેના ડાઈનિંગ ટેબલ પર ગુજરાતી વાનગીની સુગંધ પ્રસરે છે.

તહેવારો: સિઝન 1 સિરિયલમાં નવરાત્રી અને અન્ય ગુજરાતી તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. દર્શકોને આ વખતે પણ આવા જ ગુજરાતી તહેવારો જોવાનો લાભ મળવાનો છે.

પહેરવેશ: સિઝન 1 સિરિયલમાં કેરેક્ટરો પરંપરાગત ગુજરાતી પોશાક, જેમ કે સાડી અને કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા. આ વખતના પહેલા એપિસોડમાં પણ તેની ઝલક ચોખ્ખી જોવા મળે છે. જેમ કે, તુલસીના કેરેક્ટમાં સ્મૃતિ ઈરાનીએ પટોળા પ્રિન્ટ બ્લાઉઝ તેમજ બાંધણી પ્રિન્ટ સાડી પહેરેલી જોવા મળી છે. ઘરની વહુઓ પણ ગુજરાતી સાડીમાં જોવા મળી છે.

એકંદરે, સિઝન 1માં ક્યુંકી સાસ ભી કભી બહુ થી સિરિયલમાં ગુજરાતી સંસ્કૃતિનું વ્યાપક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનાથી આ શો માત્ર મનોરંજનનો લોકપ્રિય સ્ત્રોત જ નથી બન્યો, પરંતુ દર્શકોને ગુજરાતી સંસ્કૃતિનો પરિચય પણ કરાવ્યો છે અને કરાવતો રહેશે. તે ગુજરાતની દર્શકોને પકડીને રાખશે અને પોતાપણાનો અહેસાસ કરાવશે.
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે. તે કેટલા મહિના કે વર્ષો સુધી ચાલે છે. હવે તો ટીવી સિરિયલોમાં TRP રેટ પણ આપવામાં આવે છે. જો કોઈ પણ સિરિયલનો રેટ સતત ઓછો આવતો જણાય તો જે તે ચેનલ વાળા સિરિયલને બંધ કરવાની ફરજ પાડે છે. 90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી. ટીવી સિરિયલો વિશે વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
