‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં આવી રહ્યા આ 7 નવા ચેહરા, કોઈ બન્યુ તુલસી મિહિરનો દીકરો, તો કોઈ દીકરો
આ વખતે શોની સીઝન 2 માં વિરાની પરિવારની આગામી પેઢી બતાવવામાં આવશે. એકતા કપૂરના આ શોમાં, તુલસી અને મિહિર સાથે, 7 નવા સ્ટાર્સ આગામી પેઢીની ભૂમિકા ભજવતા જોવા મળશે. ત્યારે ચાલો જાણીએ કોને કયો રોલ મળ્યો છે.

પોપ્યુલર સીરિયલ 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર ટીવીની દુનિયામાં પાછી ફરી રહી છે. આ સીરિયલે બધાના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ત્યારે આ જૂની સીરિયલમાં 7 નવા સ્ટાર્સ જોવા મળશે જેમની સ્ટોરી પણ ઘણી અલગ હશે. ત્યારે ચાલો જાણીએ આ વખતે સ્ટોરીમાં કયા નવા 7 ચહેરા જોવા મળશે

આ વખતે શોની સીઝન 2 માં વિરાની પરિવારની આગામી પેઢી બતાવવામાં આવશે. એકતા કપૂરના આ શોમાં, તુલસી અને મિહિર સાથે, 7 નવા સ્ટાર્સ આગામી પેઢીની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ સીઝનમાં રોહિત સુચાંતી પણ શોનો ભાગ બનવાનો છે. રોહિત તુલસી અને મિહિરના પુત્ર અંગદ વિરાનીનું પાત્ર ભજવશે. અગાઉ રોહિત 'ભાગ્ય લક્ષ્મી' સીરિયલમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, તેમણે બિગ બોસ દ્વારા લોકોના દિલમાં એક ખાસ સ્થાન પણ બનાવ્યું છે.

અમન ગાંધી શોમાં તુલસીના દીકરાની ભૂમિકામાં પણ કામ કરશે. તે ઋત્વિક વિરાણીના પાત્રમાં જોવા મળશે જે એક જીદ્દી પાત્ર છે. આ પહેલા અમન રોહિત સાથે 'ભાગ્ય લક્ષ્મી'માં પણ જોવા મળ્યો છે.

શગુન શર્મા શોમાં તુલસીની પુત્રી પરીનો રોલ કરશે. શગુન અગાઉ 'યે હૈ ચાહતેં' શોમાં પોતાની પ્રતિભાનો જાદુ ફેલાવી ચૂકી છે. લોકોને 'યે હૈ ચાહતેં'માં તે ખૂબ જ પસંદ આવી હતી.

એકતા કપૂરે શોમાં અંકિત ભાટિયાને પણ તક આપી છે. તે વર્ધન પટેલની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. વર્ધન પટેલ વાર્તામાં એક મહત્વપૂર્ણ વળાંક લાવશે. જે આ સિરિયલને વધુ રસપ્રદ બનાવશે.

તનિષા મહેતા વૃંદા પટેલની ભૂમિકા ભજવશે, જે અગાઉ 'લગ જા ગલે' શોમાં કામ કરી ચૂકી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે લોકો વૃંદાના રોલમાં તનિષાને કેટલું પસંદ કરે છે.

'પ્યાર કી રાહેં' શોમાં ખ્યાતિ મેળવનાર અભિનેત્રી પ્રાચી સિંહ હવે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'ની બીજી સીઝનમાં આનંદી પટેલની ભૂમિકા ભજવતી જોવા મળશે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી બરખા બિષ્ટ પણ આ સીઝનમાં જોવા મળશે. બરખા આ સીરિયલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે મિહિરની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવશે. મંદિરા બેદીએ પહેલી સીઝનમાં આ પાત્ર ભજવ્યું હતું.
રાજકારણમાં પ્રવેશતા પહેલા સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી ટીવી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેણે વર્ષ 1998માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો, આ અંગે વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો
