KSBKBT 2માં એક સાથે આવશે તુલસી અને પાર્વતી, અપકમિંગ એપિસોડનો પ્રોમો આવ્યો સામે-Video
દિવાળી પાર્ટીની વચ્ચે, મિહિર અને તુલસીના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવશે જ્યારે "કહાની ઘર ઘર કી" ની પાર્વતી તુલસી મિહિના ઘરે આવશે. પાર્વતીની સાથે, તેનો પતિ ઓમ પણ તેમને મળવા આવશે.

ટીવી સિરિયલ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2” એ તેની વાપસી પછી દર્શકોના દિલ જીતી લીધા છે. જૂના ચાહકો તેને જોવા માટે પાછા ફર્યા છે, પરંતુ તેણે ઘણા નવા ફોલોઅર્સ પણ ઉમેર્યા છે. તુલસી અને તેના પરિવારની વાર્તાએ દર્શકોને મોહિત કર્યા છે, અને હવે નિર્માતાઓ “કહાની ઘર ઘર કી” માંથી પાર્વતીને રજૂ કરીને વાર્તામાં એક નવો વળાંક ઉમેરી રહ્યા છે. પ્રોમો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને દર્શકોની ઉત્તેજના ચરમસીમાએ છે.
તુલસી અને પાર્વતી એકસાથે આવશે
તમને યાદ હશે કે સાક્ષી તંવરે “કહાની ઘર ઘર કી” માં પાર્વતીનું પાત્ર ભજવ્યું હતુ. એકતા કપૂર ફરી એકવાર તેના ચાહકોને પાર્વતી સાથે મળાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ “કહાની ઘર ઘર કી” ની પાર્વતી એટલે કે સાક્ષી તંવર અને ઓમ ઉર્ફે કિરણ કરમરકર “ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2” માં દેખાવા જઈ રહ્યા છે. ત્યારે આ ટીવી પર તુલસી અને પાર્વતીનું રિયુનીય થશે. પાર્વતી અને ઓમ મિહિર અને તુલસીને ફરીથી જોડતા દેખાશે. હવે, પ્રોમો વીડિયો જે સામે આવ્યો છે તે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે પણ પાર્વતી અને તુલસી એક સાથે દેખાશે કે નહીં તે થોડા સમયમાં ખબર પડી જશે.
When #KyunkiSaasBhiKabhiBahuThi met #KahaaniGharGharKi!@GossipsTv #SmritiIrani #SakshiTanwarpic.twitter.com/mwtBmUGjbE https://t.co/2XlhzaVHrp
— GossipsTv(GTv) (@GossipsTv) October 12, 2025
દિવાળી પર તુલસી અને પાર્વતીનું મિલન
દિવાળી પાર્ટીની વચ્ચે, મિહિર અને તુલસીના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવશે જ્યારે “કહાની ઘર ઘર કી” ની પાર્વતી તુલસી મિહિના ઘરે આવશે. પાર્વતીની સાથે, તેનો પતિ ઓમ પણ તેમને મળવા આવશે. વર્ષો પછી ટીવી પર પાછા ફરતી તુલસી (સ્મૃતિ ઈરાની) અને પાર્વતી (સાક્ષી તંવર) નો જાદુ સિરિયલના TRP પર કેવી રીતે રાજ કરશે તે જોવું રસપ્રદ રહેશે. અહેવાલ છે કે એકતા કપૂરે આ ભવ્ય પુનઃમિલન માટે સાક્ષી તંવર અને કિરણ કરમરકર બંનેનો સંપર્ક કર્યો છે, જેના પછી દર્શકો બંને ટીવી આઇકોનને એકસાથે જોવા માટે ઉત્સુક છે
વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
પ્રોમો વીડિયો પર લોકોની પ્રતિક્રિયા જોવા જેવી છે. એક દર્શકે ટિપ્પણી કરી, “વાહ, કેટલો હૃદયસ્પર્શી પ્રોમો છે. તુલસી અને પાર્વતી ભાભી, બે સુપરસ્ટાર બહુઓ એક સાથે. બીજા એક યુઝરે લખ્યું છે, સ્ટાર પ્લસ અશક્યને શક્ય બનાવી રહ્યું છે.”
