વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.જર્મન ચાન્સલરને પીએમ મોદીએ પટોળું ગિફ્ટ કર્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. આજે સવારે જર્મન ચાન્સલર ફ્રેડરિક મેઝ પણ ભારત પહોંચ્યા હતા. અહી તેમણે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને પટોળામાંથી તૈયાર થયેલો દુપટ્ટો ગિફટ કર્યો હતો. જે જર્મન ચાન્સલરને ખુબ પસંદ આવ્યો હતો.ત્યારબાદ સાબરમતી રિવરફ્રંટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોતસ્વ 2026માં ભાગ લઈ ઉદ્ધાટન કર્યું હતુ. આ તકે બંન્ને નેતાઓએ સાથે પતંગ પણ ચગાવી હતી.
#WATCH | Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz seen flying a kite depicting Lord Hanuman at the International Kite Festival 2026 at Sabarmati Riverfront. pic.twitter.com/ZjT8FrAP7o
— ANI (@ANI) January 12, 2026
2 દિવસના ભારત પ્રવાસ પર છે જર્મન ચાન્સલર
દુનિયાના અનેક દેશમાં તણાવ વચ્ચે જર્મન ચાન્સલર ભારત પહોચ્યાં છે. આજથી 2 દિવસ સુધી ભારતના પ્રવાસ પર જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જેમાં વેપાર, ટેકનીક અને ઉર્જા પર ચર્ચા થઈ હતી. આ સાથે મુલાકાતમાં રક્ષા અને ગ્રીન હાઈડ્રોજન ડીલ પર પણ ચર્ચા થઈ હતી.
ગુજરાત પ્રવાસ પર પીએમ મોદી
પીએમ મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. પહેલા દિવસે સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ મંદિર પર વર્ષ 1026માં થયેલા આક્રમમના હજાર વર્ષ પુરા થવા પર 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવ્યો હતો.પ્રવાસના બીજા દિવસે રવિવારે પીએ મોદીએ 1 કિલોમીટર લાંબી શોર્ય યાત્રામાં સામેલ થયા હતા.અહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં અમદાવાદમાં મેટ્રોના ફેઝ-2નું ઉદ્ધાટન કર્યું હતુ. ત્રીજા દિવસે તેમણે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.
પટોળું તૈયાર કરતા 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગે છે
પટોળાએ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે,જે ગુજરાતના પાટણમાં બનાવવામાં આવે છે.પાટણનાં પટોળાના વણાટ અને તેની ભાતના આધારે તેના બે મૂખ્ય પ્રકાર પડે છે, સિંગલ ઇકત અને ડવલ ઇકત (ઇકત એટલે વણાટ પહેલા રંગી ને રેશમના દોરા પર જે ભાત પાડવામાં આવે છે તે). પટોળાં અત્યંત મોંઘા હોય છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. હાલમાં તો પટોળાની ખુબ જ માંગ વધી છે. મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળાને તૈયાર કરતાં 6 મહિનાથી 1 વર્ષ લાગે છે.
