AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, ‘હું આઘાતમાં છું’

દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ આર. સુધા પર ચેઇન સ્નેચિંગનો હુમલો થયો છે. સવારે ચાલતી વખતે અજાણ્યા શખ્સે તેમની સોનાની ચેઇન સ્નેચિંગ કરી છે.

આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, 'હું આઘાતમાં છું'
| Updated on: Aug 04, 2025 | 7:01 PM
Share

સોમવાર, 5 ઑગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્રના 11મા દિવસે દુઃખદ ઘટના સામે આવી છે. તામિલનાડુના કોંગ્રેસ સાંસદ આર. સુધા સાથે દિલ્હીમાં સોનાની ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. તેઓએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સાંસદ પણ સુરક્ષિત નથી: આર. સુધાની નોંધપાત્ર ટિપ્પણી

સાંસદ આર. સુધા, જેઓ તામિલનાડુના મયિલાદુથુરાઈમાંથી ચૂંટાઈ આવ્યા છે, તેઓ સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે ચાણક્યપુરી વિસ્તારમાં નીકળ્યા હતા. પોલેન્ડ દૂતાવાસ પાસે એક બાઈક પર સવાર અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી આશરે 32 ગ્રામ વજનની સોનાની ચેઇન છીનવી લીધી અને ફરાર થઈ ગયો. આ ઘટનામાં તેમને ઈજા થઈ અને તેઓ આઘાતમાં આવી ગયા.

ગૃહમંત્રાલય, લોકસભા સ્પીકર અને પોલીસને ફરિયાદ

આ ઘટના બાદ આર. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર અને દિલ્હી પોલીસને પત્ર લખીને ફરિયાદ નોંધાવી. પત્રમાં તેમણે જણાવ્યું, “આ ગુનાહિત હુમલાએ મને આઘાતમાં મૂકી દીધા છે. મે મારી ચેઇન ગુમાવી છે અને મારી સુરક્ષાની ગંભીરતા વિશે સવાલ ઊભો થયો છે.”

દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ સવારના સમયમાં ચેઇન સ્નેચિંગની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપીની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે અને તપાસ ઝડપથી ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીનો સરકારે નિંધા સાથે પ્રહારો

દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા ‘X’ (અગાઉનું ટ્વિટર) પર સરકાર પર પ્રહારો કરતાં લખ્યું, “દિલ્હીમાં ચેઇન અને મોબાઈલ લુંટની ઘટનાઓ રોજિંદી બાબત બની ગઈ છે. લોકો FIR પણ નોંધાવા ભયભીત થાય છે કારણ કે તેમનું વિશ્વાસ ચુકી ગયું છે.”

સંસદ સત્રમાં વિક્ષેપ યથાવત

લોકસભામાં બિહાર વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતાં, સત્ર બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું. ચોમાસુ સત્રમાં હજુ સુધી ફક્ત બે દિવસ કામકાજ થઈ શક્યું છે. આજે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદા (સુધારા) બિલ પર ચર્ચા થવાની શક્યતા છે.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંગે આગામી પગલાં

ગૃહમંત્રી અમિત શાહ 13 ઑગસ્ટે રાજ્યસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાના છે. લોકસભા દ્વારા આ પ્રસ્તાવને 30 જુલાઈએ મંજૂરી મળી ગઈ છે.

 PM મોદી અને અમિત શાહ અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા, કારણ જાણવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">