” ભારતના વિદેશમંત્રીની વાતમાં ભરોસો નથી અને બીજા દેશ પર ભરોસો છે”- જયશંકરના બચાવમાં ગર્જ્યા અમિત શાહ
સંસદમાં મોનસુન સત્ર ચાલી રહ્યુ છે અને બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર મેરેથોન ચર્ચા ચાલી રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર વરસી પડ્યા અને કહ્યુ કે હું સમજી શકુ છુ કે તમારી પાર્ટીમાં વિદેશના નિવેદનોનું કેટલુ મહત્વ છે. તમે પથ લીધેલા ભારતના વિદેશમંત્રી પર ભરોસો ન કર્યો અને સદન પર પોતાના વિચારો થોપવાનો પ્રયાસ કર્યો.

સંસદનું મોનસુન સત્ર જ્યારથી શરૂ થયુ છે ત્યારથી વિપક્ષ ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચાની માગ કરી રહ્યો છે. ત્યારે સંસદમાં આજથી ઓપરેશન સિંદૂર પર 16 કલાકની મેરેથોન ચર્ચા શરૂ થઈ છે. આ દરમિયાન સૌપ્રથમ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર પર સંસદમાં તેમનું વક્તવ્ય આપ્યુ જે બાદ ગૌરવ ગોગોઈએ સવાલો ઉઠાવ્યા. બપોર બાદ વિદેશમંત્રી એસ જયશંકર જ્યારે ઓપરેશન સિંદૂર પર તેમની વાત રાખી રહ્યા હતા ત્યારે વિપક્ષે વિદેશના જેમા ખાસ કરીને પાકિસ્તાનના નેતાઓ અને અમેરિકાના નેતાઓને ક્વોટ કરી સવાલોનો મારો ચલાવ્યો હતો. જેના બચાવમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યુ,”હું સમજી શકુ છુ કે તમારી પાર્ટીમાં વિદેશી નિવેદનોનું કેટલુ મહત્વ છે. પરંતુ તમે શપથ લીધેલા ભારતના વિદેશમંત્રી પર વિશ્વાસ ન કર્યો અને સદન પર તમારા વિચારો થોપવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ છે કે આટલા વર્ષોથી તમે ત્યાં બેઠા છો જ્યાં બેઠા છો.
સંસદમાં ચાલી રહેલા મોનસુન સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સદનને 9 મેની સવારે અમેરિકી રાષ્ટ્રપતિ જેડી વેંસના ફોન કોલ અંગે જાણકારી આપી રહ્યા હતા. તેમણે સદનને જણાવ્યુ,”અમેરિકી રાષ્ટપ્રતિએ કહ્યુ કે પાકિસ્તાનીઓ મોટો હુમલો કરી શકે છે. તેના પર પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યુ કે ભારત મજબુતાઈથી આ હુમલાનો જવાબ આપશે.”
વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 22 એપ્રિલથી 17 જૂન સુધી કોઈ ફોન કોલ થયો નથી.
વિદેશમંત્રીની આ વાત પર વિપક્ષે હંગામો કર્યો. એટલામાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉભા થયા અને એસ જયશંકરનો બચાવ કરવા લાગ્યા. તેમણે વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ કે “ભારતના વિદેશમંત્રી અહીં બોલી રહ્યા છે, પરંતુ તેમને વિદેશમંત્રીની વાતમાં ભરોસો નથી. કોઈ બીજા દેશની વાતમાં વિશ્વાસ છે. આથી જ તેઓ ત્યાં બેઠા છે અને આવનારા 20 વર્ષો સુધી ત્યાં જ બેસવાના છે. આ બહારનાઓનું સાંભળે છે.”
ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ “હું સમજી શકુ છુ કે તમારી પાર્ટીમાં વિદેશીઓના નિવેદનોનું કેટલુ મહત્વ છે. પરંતુ તમે શપથ લીધેલા ભારતના વિદેશમંત્રીની વાતમાં ભરોસો નથી અને સદન પર તમારી વિચારધારા થોપવાની કોશિશ કરી. આજ કારણ છે કે તમે વિપક્ષમાં બેઠા છો અને હજુ ત્યાંજ બેસશો.”
