AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન કેમ ન મળ્યું? શુભમન ગિલે બે નામ લઈ આપ્યો જવાબ

મોહમ્મદ શમી છેલ્લા અઢી વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. આ દરમિયાન તેની ફિટનેસ અને ફોર્મ મુખ્ય પરિબળ રહ્યું છે. જોકે, તાજેતરમાં રણજી ટ્રોફીમાં રમનાર શમીએ તેની પસંદગી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. હવે આ અંગે કેપ્ટન ગિલે જવાબ આપ્યો છે.

મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન કેમ ન મળ્યું? શુભમન ગિલે બે નામ લઈ આપ્યો જવાબ
Shubman Gill & Mohammed ShamiImage Credit source: PTI
| Updated on: Nov 13, 2025 | 1:43 PM
Share

ભારતીય ટીમ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી શરૂ કરશે. છ વર્ષ બાદ કોલકાતામાં ટેસ્ટ ક્રિકેટ પરત ફરી રહ્યું છે. 2019માં અહીં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચના મોટાભાગના ભારતીય ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ નથી. તેમાંથી એક ઝડપી બોલર મોહમ્મદ શમી છે, જેના માટે ઈડન ગાર્ડન્સ તેનું હોમ ગ્રાઉન્ડ છે. પસંદગીકારો દ્વારા શમીની પસંદગીએ વિવાદ ઉભો કર્યો છે. આ મુદ્દે ઘણા નિવેદનો આપવામાં આવ્યા છે, અને હવે કેપ્ટન શુભમન ગિલે પણ પહેલીવાર આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.

ગિલે શમીને ના રમાડવા અંગે શું કયું?

શુક્રવારે કોલકાતામાં રમાનારી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ગુરુવાર, 13 નવેમ્બરના રોજ ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન શમીની બાદબાકીને લગતા વિવાદને લગતો હતો. ભારતીય કેપ્ટને સ્પષ્ટપણે કહ્યું કે પસંદગીના મુદ્દા પર તેની કોઈ કોમેન્ટ નથી. ગિલે ફક્ત એટલું જ કહ્યું કે, “પસંદગીકારો તમને વધુ સારો જવાબ આપી શકશે.”

ગિલે આ બે બોલરોના નામ લીધા

સ્વાભાવિક છે કે, કેપ્ટન તરીકે માત્ર છ મહિના પહેલા જ કાર્યભાર સંભાળ્યા હોવાથી ગિલ આ વિવાદાસ્પદ મુદ્દા પર ખુલ્લેઆમ બોલશે નહીં, જેમ કે અગાઉના કેપ્ટનોએ કર્યું છે. જોકે, શુભમન ગિલે શમીની પ્રશંસા કરી અને સ્વીકાર્યું કે આ અનુભવી ઝડપી બોલર માટે મુશ્કેલ સમય છે. ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે “અન્ય બોલરો શમી જેવા નથી, પરંતુ તમે આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા યુવા બોલરોના પ્રદર્શનને અવગણી શકો નહીં. ક્યારેક શમી ભાઈ જેવા ખેલાડીઓ માટે બહાર બેસવું મુશ્કેલ બની શકે છે”

શમી અઢી વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી

શમીએ 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. 2023 વર્લ્ડ કપ ફાઈલમાં ઈજા થયા બાદ તે ભારતીય ટીમની બહાર છે. તેની ફિટનેસની તપાસ ચાલી રહી છે. તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાછો ફર્યો અને સારી બોલિંગ કરી, પરંતુ ત્યારથી તેને તક મળી નથી. તાજેતરમાં રણજી ટ્રોફીમાં સારી બોલિંગ કરનાર શમીએ તેની અવગણના પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તે સખત ફીટ છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જવાબ આપતા કહ્યું કે તે શમીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ લઈ જવા માંગતો હતો, પરંતુ તે ફિટ નથી અને હજુ પણ સંપૂર્ણ ફિટ દેખાતો નથી.

આ પણ વાંચો: ફક્ત 272 રન… શુભમન ગિલ પાસે વિરાટ-સચિનના ખાસ ક્લબમાં જોડાવાની તક, આવું ફક્ત 3 વાર બન્યું છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">