AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતના વિવિધ શહેરની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુરતમાં પાસપોર્ટ ઓફિસને સવારે 5 વાગે ઈમેલમાં બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પીપલોદ ગામમાં આવેલી ઓફિસમાં ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો, આ સિવાય ઉમરા પાસપોર્ટ ઓફિસને પણ મેલ મળ્યો છે. આ ઘટનાને લઇ બૉમ્બ સ્કોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

| Updated on: Feb 27, 2026 | 2:32 PM
Share

ગુજરાતના મોટા શહેરો જેવા કે સુરત, નવસારી, અમરેલી, બનાસકાંઠા, વલસાડ અને જૂનાગઢની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટના બાદ પોલિસ સતર્ક બની છે અને પોલીસની ટીમનો કાફલો પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસે પહોંચ્યો છે.

સુરતની પાસપોર્ટ ઓફિસને બોમ્બરથી ઉડાવી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ સુરતમાં પાસપોર્ટ ઓફિસને સવારે 5 વાગે ઈમેલમાં બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પીપલોદ ગામમાં આવેલી ઓફિસમાં ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો, આ સિવાય ઉમરા પાસપોર્ટ ઓફિસને પણ મેલ મળ્યો છે. આ ઘટનાને લઇ બૉમ્બ સ્કોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અમરેલી અને બનાસકાંઠામાં પણ મળી ધમકી

અમરેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે, અહીં પણ મેઈલ મારફતે પોસ્ટ ઓફિસને ધમકી આપી હતી. અમરેલી ફાયર ટીમ અને બોંબ સ્કવોર્ડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પોસ્ટ ઓફિસ ખાલી કરાવી શોધખોળ હાથ ધરી છે. આ સિવાય બનાસકાંઠાની પાલનપુર હેડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ પોસ્ટ ઓફિસથી પોલીસને જાણ કરવામાં આવી છે.

નવસારીની પોસ્ટ ઓફિસને પણ ધમકી

નવસારીના તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા ઇસમો દ્વારા ઇમેઇલથી ધમકી આપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોસ્ટ ઓફિસને ખાલી કરાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીને પગલે ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય પર છે.

વલસાડ અને જૂનાગઢમાં પણ મળી ધમકી

વલસાડની પાસપોર્ટ ઓફીસને બોંબથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. વલસાડ જિલ્લા પોલીસ પાસપોર્ટ ઓફીસ પહોંચીને ઓફિસ ખાલી કરાવી છે. પોલીસની વિવિધ ટીમનો કાફલો પાસપોર્ટ ઓફીસ ખાતે પોંહચ્યો છે. આ સાથે જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે. અહીં પણ કચેરીમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ આવ્યો હતો. ઈમેલ બાદ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">