જો બાઈડેન
જોસેફ રોબિનેટ બાઈડેન જુનિયર યુનાઇટેડ સ્ટેટ્સના 46મા રાષ્ટ્રપતિ છે. બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને 2020ની યુનાઇટેડ સ્ટેટ્સની પ્રમુખપદની ચૂંટણી જીતી હતી અને 20 જાન્યુઆરી, 2021ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય બાઈડને 2009 થી 2017 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 47મા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને 1973 થી 2009 સુધી ડેલવેરથી સેનેટર તરીકે પણ સેવા આપી હતી.
બાઈડેનનો જન્મ 20 નવેમ્બર, 1942ના રોજ પેન્સિલવેનિયાના સ્ક્રેન્ટનમાં સેન્ટ મેરી હોસ્પિટલમાં થયો હતો. બાઈડેનના પિતા શરૂઆતમાં શ્રીમંત હતા, પરંતુ બાઈડેનના જન્મ સમયે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતાને બાઈડેન સિનિયર કહેવાતા. 1972 માં, 29 વર્ષની ઉંમરે, તેઓ યુએસ સેનેટ માટે ચૂંટાયેલા સૌથી યુવા લોકોમાંના એક હતા. તેઓ ડેલવેરથી છ વખત સેનેટર હતા.
તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ-રશિયા ન્યૂ સ્ટાર્ટ સંધિ, લિબિયામાં લશ્કરી હસ્તક્ષેપને સમર્થન આપવાના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું અને 2011 માં યુએસ સૈનિકો પાછા ખેંચીને ઇરાક પ્રત્યે યુએસ નીતિ ઘડવામાં મદદ કરી. બાઈડેન સરકાર પણ અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચરને ખતમ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.