ઋતિક રોશન
ઋતિક રોશનનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ રાકેશ રોશન છે, જે તેમના સમયના પ્રખ્યાત એક્ટર હતા. તેના પિતા ફિલ્મ નિર્દેશક પણ છે. તેની માતાનું નામ પિંકી રોશન છે. તેની મોટી બહેનનું નામ સુનૈના છે. તેનો આખો પરિવાર ફિલ્મો સાથે જોડાયેલો છે. તેના નાના નિર્માતા નિર્દેશક જે ઓમ પ્રકાશ મેહરા 6 વર્ષની ઉંમરે ઋતિકને તેની જાણ વગર જ ફિલ્મ ‘આશા’માં કેમેરાની સામે લાવ્યા જ્યારે ઋતિકે અચાનક ડાન્સ કરવાનું શરૂ કર્યું.
ઋતિક રોશન હિન્દી ફિલ્મોનો જાણીતો એક્ટર છે. તેને બોલિવુડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેનું ફિલ્મી કરિયર સફળ રહ્યું છે. તેને 6 વખત ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. કહો ના પ્યાર હૈ, ફિઝા, મિશન કાશ્મીર, કભી ખુશી કભી ગમ, મુઝસે દોસ્તી કરોગે, મૈં પ્રેમ કી દિવાની હૂં, કોઈ મિલ ગયા, લક્ષ્ય, ક્રિશ, ધૂમ 2, જોધા અકબર, કાઈટ્સ, ગુઝારીશ, જિંદગી ના મિલેગી દોબારા, ક્રિશ 3, બેંગ બેંગ અને વોર તેની હિટ ફિલ્મો છે. ઋતિક તેના ડાન્સ મૂવ્સથી પણ ફેન્સના દિલ જીતે છે અને તે બોલિવુડમાં એક સારો ડાન્સર તરીકે પણ ઓળખાય છે.
તેને સુઝેન ખાન સાથે લગ્ન કર્યા પરંતુ 17 વર્ષ સુધી ચાલેલા આ સંબંધનો અંત આવ્યો અને ડિવોર્સ લીધા. તેને બે બાળકો છે – રેહાન અને રિધાન. ઋતિક અને સબા આઝાદના અફેરની ચર્ચાઓ ચારે તરફ થતી રહે છે. તમને જણાવી દઈએ કે સબા ઋતિક કરતા લગભગ 12 વર્ષ નાની છે. પરંતુ બંનેએ હજુ સુધી તેમના સંબંધો વિશે કોઈ ખુલાસો કર્યો નથી.