AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મગજમાં લોહી પહોંચાડતી નસ 75% થઈ ગઈ હતી બ્લોક…રાકેશ રોશને કર્યો ખુલાસો

રાકેશ રોશનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હોસ્પિટલેથી તેમને રજા આપી દેવામાં આવી છે. રાકેશે પોતે પણ ફેન્સને તેમના સ્વાસ્થ્ય અપડેટ આપ્યા છે.

મગજમાં લોહી પહોંચાડતી નસ 75% થઈ ગઈ હતી બ્લોક...રાકેશ રોશને કર્યો ખુલાસો
Rakesh Roshan
| Updated on: Jul 22, 2025 | 4:22 PM
Share

બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનના પિતા અને દિગ્ગજ ડાયરેક્ટર રાકેશ રોશન સ્વસ્થ થયા પછી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પછી, અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે અને હોસ્પિટલ સ્ટાફ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. આમાં, તેમણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક ખાસ સંદેશ પણ આપ્યો છે.

રાકેશ રોશનને એન્જીયોપ્લાસ્ટી પછી રજા આપવામાં આવી

તાજેતરમાં, રાકેશ રોશનની પુત્રી અને ઋતિક રોશનની બહેન સુનૈના રોશને જણાવ્યું હતું કે તેના પિતાની ગરદનની એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. જેના માટે રાકેશ રોશનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હોસ્પિટલેથી તેમને રજા આપી દેવામાં આવી છે. રાકેશે પોતે પણ ફેન્સને તેમના સ્વાસ્થ્ય અપડેટ આપ્યા છે.

મગજમાં લોહી પહોંચાડતી નસોમાં 75 ટકા બ્લોકેજ

રાકેશ રોશને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો અને લખ્યું, “આ અઠવાડિયું ખરેખર આંખ ખોલનાર રહ્યું, નિયમિત ફુલ બોડી હેલ્થ ચેકઅપ દરમિયાન, હૃદયની સોનોગ્રાફી કરનારા ડોકટરોએ મને ગરદનની સોનોગ્રાફી કરાવવાનું સૂચન કર્યું. આકસ્મિક રીતે, અમને જાણવા મળ્યું કે , મગજમાં લોહી પહોંચાડતી નસ 75 ટકાથી વધુ બ્લોક હતી. જેને અવગણવું સંભવિત રીતે ખતરનાક બની શકે છે. મેં તાત્કાલિક મારી જાતને હોસ્પિટલમાં દાખલ કરી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી.” આ સલાહ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી હતી

રાકેશે આગળ લખ્યું, “હું હવે સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી ઘરે પાછો ફર્યો છું અને ટૂંક સમયમાં મારા વર્કઆઉટ્સ પર પાછા ફરવા માટે આતુર છું. મને આશા છે કે આ અન્ય લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર બનવા માટે પ્રેરિત કરશે, ખાસ કરીને જ્યાં હૃદય અને મગજની વાત છે. આની કાળજી લેવી મહત્વપૂર્ણ છે, જે ઘણીવાર સંપૂર્ણપણે અવગણવામાં આવે છે, પરંતુ તે 45-50 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે જરૂરી છે.”

સેલેબ્સે આ રીતે પ્રતિક્રિયા આપી

રાકેશ રોશનની આ પોસ્ટ પર સેલિબ્રિટીઓએ પણ કમેન્ટ કરી છે. ટાઇગર શ્રોફે લખ્યું, “હવે પેહલા કરતા સ્વસ્થ દેખાવ છો સર.” અભિનેતા રોહિત રોયે લખ્યું, “ગુડ્ડુ જી તમે એક રોકસ્ટાર અને પ્રેરણા છો. તમે એકદમ ફિટ દેખાઈ રહ્યા છો.” આ સાથે, અભિનેતા કુણાલ કપૂરે હાર્ટ ઇમોજી મુક્યું કરી છે.

Reasons To Watch Saiyaara : સૈયારાના હિટ થવા પાછળ છે આ 7 કારણો, વગર પ્રમોશને ફિલ્મ બની બ્લોકબસ્ટર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">