AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દારૂબંધી વચ્ચે ગુજરાતમાં લાલ પાણીના શોખીનોએ લિકર પરમિટ માટે કરી અધધ અરજીઓ, આંકડો જાણી ચોંકી જશો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, છેલ્લા બે વર્ષમાં લિકર પરમિટની સંખ્યા વધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા રજૂ થયેલા આંકડાઓએ દારૂબંધીની અસરકારકતા અને પરમિટ પ્રથા પર ફરી ચર્ચા જગાવી છે.

Breaking News : દારૂબંધી વચ્ચે ગુજરાતમાં લાલ પાણીના શોખીનોએ લિકર પરમિટ માટે કરી અધધ અરજીઓ, આંકડો જાણી ચોંકી જશો
Ronak Varma
| Edited By: | Updated on: Feb 23, 2026 | 2:30 PM
Share

દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂના પરમિટ માટેની અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને છેલ્લા બે વર્ષ દરમિયાન લિકર પરમિટ માટે હજારો અરજીઓ મળી હોવાનું સામે આવ્યું છે.

21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 1,248 નવી લિકર પરમિટની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન પરમિટ રિન્યુઅલ માટે 5,922 અરજીઓ આવી હતી. આ રીતે બે વર્ષમાં કુલ 7,170 અરજીઓ મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આમાંથી 7,045 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય કારણોસર 29 અરજીઓને નામંજૂર કરાઈ છે. બાકી અરજીઓ પ્રક્રિયામાં હોવાનું જણાવાયું છે.

આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાં આ વિગતો રજૂ કરી હતી. આ આંકડાઓએ દારૂબંધી વચ્ચે પરમિટ સિસ્ટમ અંગે ફરી ચર્ચા ઊભી કરી છે.

દારૂ સ્વાસ્થ્ય પર શું અસર કરે ?

દારૂ સ્વાસ્થ્ય માટે ઘાતક છે કારણ કે તે શરીરના લગભગ દરેક મહત્વના અંગ પર ખરાબ અસર કરે છે. તેની અસર તરત પણ થાય છે અને લાંબા ગાળે ગંભીર રોગોમાં પણ ફેરવાઈ શકે છે.

સૌથી પહેલા, દારૂ યકૃત એટલે કે લીવર માટે ખૂબ નુકસાનકારક છે. સતત દારૂ પીવાથી ફેટી લીવર, હેપેટાઇટિસ અને અંતે લીવર સિરોહિસિસ જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણી વખત લીવર ખરાબ થવાના લક્ષણો મોડાં દેખાય છે, જેથી જોખમ વધુ વધી જાય છે.

દારૂ મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન કરે છે. યાદશક્તિ નબળી પડે છે, નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે અને ડિપ્રેશન તથા ચિંતા જેવા માનસિક રોગોનું જોખમ વધે છે. લાંબા સમય સુધી દારૂ પીવાથી લત લાગી જાય છે, જેનાથી બહાર આવવું બહુ મુશ્કેલ બને છે.

હૃદય માટે પણ દારૂ ખતરનાક છે. બ્લડ પ્રેશર વધે છે, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો જોખમ વધી જાય છે. ઘણા લોકો માનતા હોય છે કે થોડો દારૂ ફાયદાકારક છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે કોઈ પણ માત્રામાં દારૂ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવતો નથી.

પાચન તંત્ર પર પણ તેની અસર પડે છે. એસિડિટી, ગેસ્ટ્રિક સમસ્યા, ઉલટી, આંતરડાંની બળતરા અને પેનક્રિયાસને નુકસાન થવાની શક્યતા રહે છે. આ કારણે શરીરમાં પોષક તત્વો યોગ્ય રીતે શોષાઈ શકતા નથી.

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો, જાણવા માટે અહીં ક્લિક કરો..

3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
g clip-path="url(#clip0_868_265)">