Breaking News : ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે, જુઓ આ Videoમાં વધુ વિગત
જેઠાભાઇ ભરવાડ દ્વારા વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી પોતામા ઉમરનો બાધ આપી રાજીનામુ આપવામાં આવ્યુ હતુ, અને વિધાનસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ ફરજીયાત હોય છે. તેથી હવે વિધાનસભા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ અંગે વિધાનસભા સચિવાલય દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક સભ્યો 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં પોતાની દરખાસ્ત રજૂ કરી શકશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી દરખાસ્તો માન્ય ગણાશે નહીં.
વિધાનસભાના નિયમ હેઠળ કામગીરી થશે
ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 અને નિયમ-10(2) હેઠળ હાથ ધરવામાં આવશે. નિયમો મુજબ કોઈપણ સભ્ય માત્ર એક જ ઉમેદવાર માટે દરખાસ્ત કરી શકશે અને કોઈ સભ્ય પોતાનાં નામે દરખાસ્ત રજૂ કરી શકશે નહીં. દરખાસ્ત માટે અન્ય સભ્ય દ્વારા પ્રસ્તાવ અને સમર્થન આવશ્યક રહેશે.
બહુમતી મેળવનાર સભ્યને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે
નિયત તારીખે વિધાનસભા ગૃહમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બહુમતી મેળવનાર સભ્યને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. ઉપાધ્યક્ષ વિધાનસભાની કામગીરીમાં અધ્યક્ષને સહયોગ આપશે અને અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન સંભાળશે.
મહત્વનું છે કે જેઠાભાઇ ભરવાડ દ્વારા વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી પોતામા ઉમરનો બાધ આપી રાજીનામુ આપવામાં આવ્યુ હતુ, અને વિધાનસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ ફરજીયાત હોય છે. તેથી હવે વિધાનસભા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
