AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2026-2027 : EV ચાર્જિગનો વ્યાપ વધારવા, સૌરઊર્જા, કિસાન સૂર્યોદય યોજનામાં નવું શું, જાણો

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે બજેટ 2026-2027ના અંદાજપત્રમાં, કૃષિ વીજ પુરવઠા મજબૂતી, આદિજાતિ અને સાગરકાંઠા વિસ્તારોમાં વીજ જોડાણનો વિસ્તાર કરવામાં ભાર મુકાયો છે. સાથે હરિત ઊર્જા, EV ચાર્જિંગ, વીજલાઈનના અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક અને ઇનોવેશન ફંડ જેવી આધુનિક પહેલોને પ્રાથમિકતા આપવામાં આવી છે

Gujarat Budget 2026-2027 : EV ચાર્જિગનો વ્યાપ વધારવા, સૌરઊર્જા, કિસાન સૂર્યોદય યોજનામાં નવું શું, જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 3:29 PM
Share

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ, આજે નાણાકીય વર્ષ 2026-2027 માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. આ અંદાજપત્રમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પુરતી વીજળી મળે તેવો પ્રયાસ કરાશે. ખેતી ક્ષેત્રે વીજ પુરવઠાની માંગણી સંતોષવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, હરિત ઊર્જા માટે ભાર આપવામાં આવ્યો છે. કિસાન સૂર્યોદય યોજના યથાવત રાખીને તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. કૃષિ અને આદિજાતિ વિસ્તારોને પ્રાથમિકતા આપવાની નીતિ ચાલુ રાખવામાં આવી છે.

આ વર્ષે રજૂ થયેલી નવી યોજના અને વિશેષ પ્રોજેક્ટો

  1.  યાત્રાધામોમાં ગ્રીન અને વીજસલામત ઝોનઃ- રાજ્યના યાત્રાધામોમાં સતત અને સુરક્ષિત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ગ્રીન અને વીજસલામત ઝોન વિકસાવવા ₹100 કરોડની જોગવાઈ — ધાર્મિક સ્થળોને વિશેષ વીજ માળખું આપવાનો નવો અભિગમ.
  2. ઓવરહેડ લાઇનને અન્‍ડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરાશેઃ- હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં બદલવા ₹100 કરોડ — શહેરોમાં સલામતી અને વિશ્વસનીયતા વધારતી આધુનિક પહેલ.
  3.  EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસઃ- ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સુવિધાઓ માટે ₹50કરોડ — હરિત પરિવહનને પ્રોત્સાહન આપતી નવી દિશા.
  4. ઊર્જા સંરક્ષણ યોજનાઃ- ₹100 કરોડ — ઊર્જા કાર્યક્ષમતા અને બચત માટે કેન્દ્રિત નીતિ આધાર.
  5. એનર્જી ઇનોવેશન ફંડઃ- ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ₹૫ કરોડ — નવીનતા આધારિત વિકાસ માટે વિશેષ ફંડની શરૂઆત.
  6. વીજ સલામતી જાગૃતિ અને સુરક્ષા સાધનોઃ- જનજાગૃતિ અને વીજ કર્મચારીઓની વ્યક્તિગત સુરક્ષા માટે ₹7 કરોડ — સલામતી કેન્દ્રિત અભિગમ.

વર્તમાન સરકારી યોજનાઓનું વિસ્તરણ

  1. કિસાન સૂર્યોદય યોજનાઃ- ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવા માટે 500 કરોડ — પહેલેથી અમલમાં રહેલી યોજનાનું આગળનું તબક્કો વધારવામાં આવશે. આ માટે આ યોજના હેઠળ 20 લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકોમાંથી 19 લાખથી વધુને દિવસે વીજળી આપવામાં આવી રહી છે. તેનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરાશે.
  2. વા કૃષિ વીજ જોડાણઃ- આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વીજ જોડાણ માટે ₹1166 કરોડ — હાલની કૃષિ વીજ પુરવઠા નીતિનું વિસ્તરણ.
  3. નવા સબસ્ટેશનઃ- સાગરકાંઠા અને આદિજાતિ વિસ્તારોમાં ₹350 કરોડ — વીજ વિતરણ માળખાની મજબૂતી.
  4. જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠોઃ- આધુનિક ટેકનોલોજી દ્વારા સતત વીજ પુરવઠા માટે ₹201 કરોડ — ચાલુ સામાજિક ક્ષેત્ર યોજનાનો ટેકનોલોજી આધારિત વિસ્તરણ.
  5.  PM કુસુમ યોજનાઃ- પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવંમ ઉત્થાન મહાભિયાન અંતર્ગત સ્ટેન્ડ-અલોન ઓફ-ગ્રીડ સોલાર કૃષિ પંપ માટે ₹200 કરોડ — કેન્દ્ર પ્રેરિત સોલાર યોજના રાજ્ય સ્તરે આગળ ધપાવવામાં આવી રહી છે.
  6. ટ્રાન્સમિશન લાઇન શિફ્ટિંગઃ –રસ્તા વિસ્તરણ દરમિયાન વીજ લાઇન અને માળખું ખસેડવા ₹125 કરોડ — માળખાકીય સુધારાની ચાલુ પ્રક્રિયા.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે બજેટ 2026-2027ના અંદાજપત્રમાં, કૃષિ વીજ પુરવઠા મજબૂતી, આદિજાતિ અને સાગરકાંઠા વિસ્તારોમાં વીજ જોડાણનો વિસ્તાર કરવામાં ભાર મુકાયો છે. સાથે હરિત ઊર્જા, EV ચાર્જિંગ, વીજલાઈનના અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક અને ઇનોવેશન ફંડ જેવી આધુનિક પહેલોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યારે અગાઉની મુખ્ય કૃષિ અને સોલાર યોજનાઓ યથાવત રાખીને વધુ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે.

કિડની, હ્રદય અને કેન્સરની સારવાર માટે અમદાવાદ નહીં દોડવું પડે, સરકાર સેટેલાઈટ સેન્ટરો ઊભા કરશે

Follow Us
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">