AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિઝનેસ

બિઝનેસ

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ માટે કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય તેમની સેવાઓ દ્વારા સમાજની જરૂરિયાતોને સંતોષીને નફો મેળવવાનો છે.

વ્યવસાય કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા પણ કહી શકાય. જેની રચના ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. વ્યવસાયને ‘કંપની’, ‘એન્ટરપ્રાઇઝ’ અથવા ‘ફર્મ’ પણ કહેવામાં આવે છે. મૂડીવાદી અર્થતંત્રોમાં વ્યાપારનું આગવું સ્થાન છે, જે મોટાભાગે ખાનગી હોય છે અને નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરે છે. પરંતુ સહકારી સંસ્થાઓ અને સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓ ઘણીવાર નફા સિવાયના અન્ય ઉદ્દેશ્યોને માટે પણ કરવા માટે રચાય છે.

વ્યાપાર તે સમાજનો આવશ્યક ભાગ છે. તે વ્યાપારી પ્રવૃત્તિઓના વિશાળ નેટવર્ક દ્વારા વિવિધ સામાન અને સેવાઓ પ્રદાન કરીને આપણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

Read More

ભાવ ઘટતા હવે ‘સોનું’ ખરીદવું, વેચવું કે પછી હોલ્ડ કરવું? રોકાણકારો મૂંઝવણમાં મુકાયા

સોનાના ભાવમાં થઈ રહેલ ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે, શું 'સોનું' ખરીદવું ફાયદાકારક રહેશે, વેચી દેવું યોગ્ય રહેશે કે પછી યોગ્ય સમયની રાહ જોઈને તેને હોલ્ડ કરવું?

EPFO Breaking News : લગ્ન અને બાળકોના શિક્ષણ માટે PFમાંથી પૈસા ઉપાડવા હવે બન્યું વધુ સરળ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF ખાતાધારકો માટે લગ્ન અને બાળકોના શિક્ષણ જેવા મહત્વના ખર્ચ માટે PF માંથી આંશિક રકમ ઉપાડવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવી છે.

Swing Trading RSI Signal: સાપ્તાહિક ચાર્ટ પર RSI ઇન્ડિકેટરે 30 ઉપર ક્રોસઓવર આપતાં હવે બોટમથી કમબેક સાથે નવી ખરીદીની મોટી તક

HDFC Bank ના લાંબા ગાળાના ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શેરે ભૂતકાળમાં રોકાણકારોને મોટો નફો અને નુકસાન બંને આપ્યા છે.જ્યારે સાપ્તાહિક ચાર્ટ મુજબ માર્ચ 2026 ના 20.47 ના ઓલટાઇમ લો લેવલથી રિકવર થઈને શેર 29.97 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યાં RSI વીકલી ઇન્ડિકેટર ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી ખરીદીના મજબૂત સંકેત આપી રહ્યું છે.

Breaking News : ₹ 2,709 કરોડની માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યો મહત્વપૂર્ણ સરકારી ઓર્ડર, શેરમાં આવી શકે મોટો ઉછાળો, જાણો વિગત

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણી પુરવઠા ક્ષેત્ર સાથે જોડાયેલી યોજનાઓને વેગ આપવા માટે સરકારી વિભાગો દ્વારા સતત મોટા ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. આવા ઓર્ડર માત્ર પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણમાં જ મદદરૂપ બનતા નથી, પરંતુ ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષેત્રની કંપનીઓ માટે પણ વિકાસની નવી તકો ઉભી કરે છે. નિષ્ણાતોના મતે, સરકારી ક્ષેત્રમાંથી મળતા મોટા કોન્ટ્રાક્ટ્સ કંપનીઓની આવક, ઓર્ડર બુક અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Breaking News: ₹420 કરોડની ટેક્સ ચોરીના મામલામાં અનિલ અંબાણીને ‘મોટી રાહત’, દંડ કે કડક કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવી ‘રોક’

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ₹420 કરોડની કથિત ટેક્સ ચોરીના મામલામાં મોટી રાહત મળી છે. કોર્ટે કાળા નાણાં કાયદા હેઠળ તેમની સામે દંડ કે કેસ ચલાવવા જેવી કોઈ પણ કડક કાર્યવાહી પર હાલ પૂરતો સ્ટે (વચગાળાની રોક) લગાવી દીધો છે.

Buy, Sell કે Hold… આ સરકારી શેરમાં અત્યારે શું કરવું ? જાણી લો માર્કેટ એક્સપર્ટ્સનો ‘અસલી પ્લાન’

સરકારી ક્ષેત્રની અગ્રણી કંપનીના શેરને લઈને અત્યારે શેરબજારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. મોટાભાગની બ્રોકરેજ ફર્મ્સ આ મેટલ સ્ટોક પર સાવચેતીભર્યું વલણ ધરાવે છે, ત્યારે એક જાણીતી ગ્લોબલ બ્રોકરેજ ફર્મે આ શેરમાં જોરદાર ઉછાળાની શક્યતા વ્યક્ત કરી છે.

Breaking News: સોના-ચાંદીના ભાવ રાતોરાત ભોંય ભેગા, મધ્યમ વર્ગને હાશકારો પણ રોકાણકારોના જીવ અધ્ધર

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલની સીધી અસર હવે સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે કાચા તેલ અને ડૉલરમાં આવેલી મજબૂતીના લીધે બુધવારે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.

મોદી હૈ તો મુમકીન હે : ડૉલર સામે રૂપિયો ગબડ્યો છતાં શેરબજારમાં તોફાની તેજી ! 12 વર્ષના આંકડા જોઈને દુનિયા સ્તબ્ધ

બજારની પાછળ રમાઈ ગઈ એવી રમત, જેની સામાન્ય રોકાણકારોને કાનોકાન ખબર ન પડી! પીએમ મોદીના 12 વર્ષના શાસનકાળની ઉજવણી વચ્ચે શેરબજારના આંકડાઓમાંથી એક એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેણે મોટા-મોટા દિગ્ગજોના હોશ ઉડાવી દીધા છે. વિદેશીઓની ગુપ્ત ચાલ અને એક ખાસ ઇન્ડેક્સનો રહસ્યમય ઉછાળો.

ભારતીય રોકાણકારો માટે પણ ખુલશે કમાણીનો રસ્તો, આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પરોક્ષ રીતે કરી શકાશે સ્પેસ સેક્ટરમાં રોકાણ

વિશ્વના અબજોપતિ એલોન મસ્કની આગેવાની હેઠળની એરોસ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) પોતાના પ્રસ્તાવિત IPO દ્વારા આશરે 75 બિલિયન ડોલર એકત્ર કરવા જઈ રહી છે. આ ઐતિહાસિક આઇપીઓ બાદ કંપની વૈશ્વિક ઇન્ડેક્સ નેસ્ડેક-100 (Nasdaq-100) માં સામેલ થાય તેવી પ્રબળ સંભાવના છે.

Gold-Silver ETF ધડામ થતાં જ રોકાણકારો માટે નીચા સ્તરે એન્ટ્રી કરવાનો ‘બેસ્ટ ટાઈમ’, આવો મોકો ફરી ક્યારે મળશે તે નક્કી નહીં

સોના અને ચાંદીના રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. વૈશ્વિક તણાવને કારણે આજે ગોલ્ડ અને સિલ્વર ETFમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં આવેલા આ ઘટાડાને કારણે લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદી કરવાની એક શાનદાર તક પણ ઊભી થઈ છે.

શું રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો ? એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું ‘રોકાણ’, મે મહિનાના આ આંકડાએ વધારી ‘ચિંતા’

શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલની અસર હવે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને કાચા તેલના વધતા ભાવ વચ્ચે મે મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો ઉત્સાહ થોડો નરમ પડ્યો છે.

ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે ‘મોટા સમાચાર’… 15 જૂનથી લાગુ થશે આ ‘5 નવા નિયમ’, લેટ પેમેન્ટથી લઈને વ્યાજ સુધી બધું જ બદલાશે

જો તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે જ છે. 15 જૂનથી ક્રેડિટ કાર્ડના 5 નિયમ (Credit Card Rules Change) બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોમાં લેટ પેમેન્ટ ચાર્જથી લઈને વ્યાજની ગણતરી સુધીની બાબતો જોડાયેલી છે.

Nifty Options BTST: 11 જૂનના રોજ નિફ્ટી કઈ દિશામાં જશે? ખરીદતા પહેલાં જાણી લો માર્કેટનો આખો ‘ગેમ પ્લાન’

11 જૂનના રોજ નિફ્ટી કઈ દિશામાં જશે? શેરબજારના રોકાણકારો અને ટ્રેડર્સ માટે ગુરુવારનો ટ્રેડિંગ દિવસ ખૂબ મહત્વનો રહેવાનો છે. માર્કેટના લેટેસ્ટ ડેટા અને પ્રિડિક્શન અનુસાર, આગામી દિવસે નિફ્ટીમાં કઈ બાજુની ચાલ જોવા મળી શકે છે અને કયા લેવલ પર ખરીદી કે વેચાણ કરવું ફાયદાકારક રહેશે, તે જણાવવામાં આવ્યું છે.

Swing Trading RSI Signal: EIDPARRY Ltd ના શેરમાં નબળાઈના સંકેત, RSI ઇન્ડિકેટરથી સાવચેતીનો ઈશારો

આ ચાર્ટ EIDPARRY Ltd. નો મંથલી (1M) TradingView ચાર્ટ દર્શાવે છે અને તેમાં ભાવની ચાલ સાથે RSI (Relative Strength Index) પણ બતાવવામાં આવ્યો છે.

PSP Suite Monthly Time Frame : VBLના મંથલી ચાર્ટ પર ઇન્ડિકેટરે દર્શાવ્યુ રેડ સિગ્નલ

Varun Beverages Limitedના 1-મહિનાના ચાર્ટમાં તાજેતરની કેન્ડલ પર ઇન્ડિકેટરે ગ્રીન સિગ્નલ સાથે 'BUY' નો મજબૂત સંકેત આપ્યો છે.તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ કે,PSP Suite Indicatorનો ટેકનિકલ ઈન્ડિગેટર જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">