AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ₹420 કરોડની ટેક્સ ચોરીના મામલામાં અનિલ અંબાણીને ‘મોટી રાહત’, દંડ કે કડક કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવી ‘રોક’

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ₹420 કરોડની કથિત ટેક્સ ચોરીના મામલામાં મોટી રાહત મળી છે. કોર્ટે કાળા નાણાં કાયદા હેઠળ તેમની સામે દંડ કે કેસ ચલાવવા જેવી કોઈ પણ કડક કાર્યવાહી પર હાલ પૂરતો સ્ટે (વચગાળાની રોક) લગાવી દીધો છે.

Breaking News: ₹420 કરોડની ટેક્સ ચોરીના મામલામાં અનિલ અંબાણીને 'મોટી રાહત', દંડ કે કડક કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવી 'રોક'
| Updated on: Jun 10, 2026 | 6:40 PM
Share

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને 420 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના મામલામાં બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કાળા નાણાં અધિનિયમ (Black Money Act) ની જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારતી અનિલ અંબાણીની અરજી પર બોમ્બે હાઈકોર્ટે તેમને ટેક્સ ચોરીના મામલામાં પ્રોસિક્યુશન અને દંડ જેવી કાર્યવાહીમાંથી વચગાળાની રાહત આપી દીધી છે.

અનિલ અંબાણીએ પોતાની અરજીમાં જણાવ્યું કે, અઘોષિત વિદેશી આવક અને અસ્કયામતો (Undeclared foreign income and assets) તથા કર લાદવા અંગેનો અધિનિયમ, 2015ની કેટલીક જોગવાઈઓ બંધારણના ‘અલ્ટ્રા વાયર્સ’ (એટલે કે બંધારણના અધિકાર ક્ષેત્રની બહાર/વિરોધી) છે.

યોગ્ય સમયે કરવામાં આવશે ‘અંતિમ સુનાવણી’

જસ્ટિસ બી.પી. કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદોસ પૂનીવાલાની બેન્ચે મંગળવારે અનિલ અંબાણીની અરજીનો સ્વીકાર કરતા કહ્યું કે, આ કાયદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં અન્ય અરજીઓ પણ પેન્ડિંગ છે. આના પર અંતિમ સુનાવણી યોગ્ય સમયે કરવામાં આવશે.

કોર્ટે કેન્દ્ર સરકારને આ અરજી પર જવાબ દાખલ કરવા માટે એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, અનિલ અંબાણી વિરુદ્ધ પહેલાથી જ એસેસમેન્ટ ઓર્ડર (આકારણી આદેશ) પસાર થઈ ચૂક્યો છે અને તેમણે ઇન્કમ ટેક્સ કમિશનર (અપીલ) સમક્ષ અપીલ દાખલ કરી છે.

8 ઓગસ્ટ, 2022ના રોજ અનિલ અંબાણીને નોટિસ પાઠવી હતી

કોર્ટે કહ્યું, ‘અપીલ આગળ વધી શકે છે અને તેના પર આદેશો પસાર કરી શકાય છે. જો કે, આ રિટ પિટિશનની સુનાવણી અને અંતિમ નિકાલ સુધી અરજદાર વિરુદ્ધ પ્રોસિક્યુશન તેમજ દંડ સહિતની કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.’

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 8 ઓગસ્ટ, 2022ના રોજ અનિલ અંબાણીને નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો હતો કે, તેમણે સ્વિટ્ઝર્લેન્ડના બે બેંક ખાતાઓમાં રાખેલા 814 કરોડ રૂપિયાથી વધુના અઘોષિત નાણાં પર 420 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે.

અંબાણી પર ‘જાણીજોઈને’ ટેક્સ ચોરી કરવાનો આરોપ

ટેક્સ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ બંને ખાતાઓમાં અઘોષિત નાણાંનું કુલ મૂલ્ય 8,14,27,95,784 રૂપિયા આંકવામાં આવ્યું છે અને તેના પર ચૂકવવાપાત્ર ટેક્સ 4,20,29,04,040 રૂપિયા છે. વિભાગની નોટિસ મુજબ, અંબાણી પર કાળા નાણાં કાયદાની કલમ 50 અને 51 હેઠળ કેસ ચલાવી શકાય છે. આમાં મહત્તમ 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અંબાણી પર ‘જાણીજોઈને’ ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, તેમણે વિદેશી બેંક ખાતાઓ અને નાણાકીય હિતોની વિગતો ભારતીય ટેક્સ સત્તાવાળાઓને ‘જાણીજોઈને’ આપી ન હતી.

અનિલ અંબાણીએ પોતાની અરજીમાં શું કહ્યું?

અંબાણીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, કાળા નાણાંનો કાયદો 2015માં અમલમાં આવ્યો હતો, જ્યારે કથિત વ્યવહારો આકારણી વર્ષ 2006-07 અને 2010-11 સાથે જોડાયેલા છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, આ કાયદાની જોગવાઈઓને ભૂતકાળની અસરથી (રેટ્રોસ્પેક્ટિવલી) લાગુ કરી શકાય નહીં.

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">