AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 નેટવર્ક દ્વારા News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની જાહેરાત, જાણો A to Z માહિતી

TV9 નેટવર્કે પદ્મ ભૂષણ પુલેલા ગોપીચંદની પ્રતિષ્ઠિત બેડમિન્ટન એકેડમી સાથે જોડાણમાં ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની જાહેરાત કરી છે.

TV9 નેટવર્ક દ્વારા News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની જાહેરાત, જાણો A to Z માહિતી
| Updated on: Apr 15, 2025 | 4:01 PM
Share

TV9 નેટવર્કે પદ્મ ભૂષણ પુલેલા ગોપીચંદની પ્રતિષ્ઠિત બેડમિન્ટન એકેડમી સાથે  પાર્ટનરશીપમાં ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની જાહેરાત કરી છે. અગાઉ, TV9 નેટવર્ક દ્વારા કોર્પોરેટ ફૂટબોલ કપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તે પછી, આ સ્પર્ધા કોર્પોરેટ ફૂટબોલ કપનું આગલું પગલું છે. આ પહેલનો ઉદ્દેશ્ય માત્ર સ્પર્ધા કરવાનો નથી, પરંતુ ભારતમાં કાર્યરત કોર્પોરેટ કલ્ચરમાં ફિટનેસ, ટીમવર્ક અને યોગ્ય જીવન વ્યવસ્થાપનને સ્થાપિત કરવાનો છે.

આ સ્પર્ધા વિશે બોલતા, TV9 નેટવર્કના સીઈઓ બરુણ દાસે જણાવ્યું હતું કે, અમે એવી રમતોને પ્રોત્સાહન આપીએ છીએ જે ફક્ત જીતવા માટે જ નથી, પરંતુ સ્વાસ્થ્ય, સમૃદ્ધ જીવન અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પણ છે. ફૂટબોલ કપ બાદ હવે અમે બેડમિન્ટન ચેમ્પિયનશિપ દ્વારા બીજી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ.

આ સ્પર્ધા વિશે બોલતા, TV9 નેટવર્ક સાઉથના સીઓઓ અને ચેમ્પિયનશિપ ડાયરેક્ટર વિક્રમ કે.એ જણાવ્યું હતું કે, હૈદરાબાદ ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સ માટે જાણીતું છે, પરંતુ આ શહેરે રમતગમતમાં પણ મોટો ફાળો આપ્યો છે. તેથી, આ શહેરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ગર્વની વાત છે. કોર્પોરેટ જગત હવે રમતગમત દ્વારા જોડાશે.

ટીવી 9 નેટવર્કે પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમી સાથે ભાગેદારીમાં ન્યુઝ 9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ શરુ કરવાની જાહેરાત કરી છે. બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં રમત, સંસ્કૃતિ,નેટવર્કિંગ અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મંચના રુપમાં કામ કરશે.

તેથી,  બેડમિન્ટને મને બધું આપ્યું છે. હવે હું ઈચ્છું છું કે કોર્પોરેટ જગત પણ આ રમતનો આનંદ માણે. આ ટૂર્નામેન્ટ એ દિશામાં એક મોટું પગલું છે.  પુલેલા ગોપીચંદ

બેડમિન્ટન ચેમ્પિયનશિપની વધુ વિગતો જોઈએ તો

આ ટુર્નામેન્ટ હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમીમાં યોજાશે. જ્યાંથી પીવી સિંધુ, સાયના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત જેવા દિગ્ગજ ખેલાડીઓ ઉભરી આવ્યા.

  • દરેક ટીમમાં 3 થી 5 ખેલાડીઓ હશે.
  • મેન્સ ગ્રુપ: 2 મેન્સ સિંગલ્સ અને 1 મેન્સ ડબલ્સ મેચ
  • ઓપન ગ્રુપમાં: 1 મહિલા ટીમ, જેમાં 2 પુરૂષ સિંગલ્સ અને 1 મિક્સ ડબલ્સ મેચ હશે.
  • કંપની ગમે તેટલી સંખ્યામાં ટીમ મોકલી શકે છે.
  • જોકે, ખેલાડીઓને મોકલવા માટે કંપની ઓછામાં ઓછી બે વર્ષની હોવી જોઈએ. ઉપરાંત, કંપનીમાં ઓછામાં ઓછા દસ કર્મચારીઓ હોવા જોઈએ.
  • આ સ્પર્ધા માટે 6 લાખ રૂપિયા સુધીના ઈનામો રાખવામાં આવ્યા છે.
  • પુલેલાને ગોપીચંદ એકેડમીમાં 2 દિવસની વિશેષ તાલીમ આપવામાં આવશે.
  • નોંધણી કરવા માટે, www.news9corporatecup.com ની મુલાકાત લો

હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી છે – એક એવી સંસ્થા જેણે પીવી સિંધુ, સાયના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત સહિત ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત ખેલાડીઓ આપ્યા છે. આ પ્રતિષ્ઠિત એકેડેમી હવે કોર્પોરેટ જગતના તેજસ્વી લોકોને કોર્ટમાં રમતા જોશે.

બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે.  બેડમિન્ટનના વધુ સમાચાર વાંચવા માટે અહી કિલક કરો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">