બાબા રામદેવ

બાબા રામદેવ

ભારતના પ્રખ્યાત યોગ ગુરુ રામ કિશન યાદવને આખી દુનિયા સ્વામી રામદેવ અથવા બાબા રામદેવના નામથી ઓળખે છે. તેઓ ભારતમાં યોગ અને આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે પ્રખ્યાત છે. રામદેવે તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદ લિમિટેડની સ્થાપના કરી હતી.

બાબા રામદેવનો જન્મ 25 ડિસેમ્બર 1965ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈયદપુર ગામમાં થયો હતો. તેઓ રામ નિવાસ યાદવ અને ગુલાબો દેવીના મોટા પુત્ર છે. તેઓ પરંપરાગત આર્ય સમાજના છે અને તેમનો એક નાનો ભાઈ રામ ભરત પણ છે. નાનપણથી જ તેમને ભારતીય વેદો, યોગ અને સંસ્કૃતમાં રસ હતો.

બાબા રામદેવે અંગ્રેજી ભાષાને નકારી કાઢી અને પરંપરાગત શૈક્ષણિક સંસ્થાઓમાં વૈદિક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું. બાબા રામદેવે હરિયાણાના શહઝાદપુર સરકારી શાળામાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી પ્રાચીન વેદોના અભ્યાસ માટે તે હરિદ્વાર સ્થિત ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલય ઉત્તરાખંડ ગયા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને સાધુની જેમ રહેવાનું શરૂ કર્યું અને હરિદ્વારમાં યોગ કેન્દ્ર ‘યોગ ગ્રામ’ની સ્થાપના કરી.

યોગમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા રામદેવ દરરોજ તેનો અભ્યાસ કરે છે અને તેમના યોગ કેન્દ્રમાંથી દરેકને શિક્ષા આપે છે, જે સમગ્ર ભારતમાં ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે. એપ્રિલ 2017માં, ઈન્ડિયા ટુડે મેગેઝિનમાં પ્રકાશિત 2017ની ભારતની 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં બાબા રામદેવ પાંચમા ક્રમે હતા.

 

Read More
Follow On:

Shares Bought: અદાણીના અમેરિકન મિત્રનું મોટું રોકાણ, આ કંપનીના ખરીદ્યા 835 કરોડના શેર

અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે 45.03 લાખ શેર અથવા 1.24 ટકા હિસ્સો ખરીદ્યો છે. GQG પાર્ટનર્સે શેર દીઠ સરેરાશ 1,854ના ભાવે હિસ્સો હસ્તગત કર્યો છે. આ સમગ્ર ડીલની કિંમત 834.99 કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણીના અમેરિકન મિત્ર રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ કંપની GQG પાર્ટનર્સે આ શેર પર પોતાની નજર કરી છે.

Video: યોગગુરુ બાબા રામદેવે અમેરિકામાં ડ્રાઇવર વગરની કારમાં કરી મુસાફરી, જણાવ્યો પોતાનો અનુભવ

અમેરિકામાં વેમો નામની કંપની મોટા પાયે ડ્રાઇવર વિનાની ટેક્સી સેવાઓ પૂરી પાડે છે. અમેરિકાની મુલાકાત દરમિયાન યોગગુરુ રામદેવે પણ ડ્રાઈવર વિનાની કારની સવારીનો આનંદ માણ્યો હતો અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. સ્વામી રામદેવે કાર વિશે ઘણી ખાસ વાતો જણાવી.

Good Return : બાબા રામદેવની આ કંપનીના શેરો પર રોકાણકારોની ભારે ખરીદી, રેકોર્ડ હાઈ પર પહોચી કિંમત

બાબા રામદેવની આ કંપનીના શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન, શેરની કિંમત 7 ટકા વધી અને 1,797.95ની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે પતંજલિ ફૂડ્સ ખાદ્ય તેલ, ફૂડ અને એફએમસીજી અને વિન્ડ એનર્જી પ્રોડક્શન સેક્ટરમાં પતંજલિ, રૂચી ગોલ્ડ, મહાકોશ, ન્યુટ્રેલા વગેરે જેવી બ્રાન્ડ્સ દ્વારા હાજર છે.

બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સે કરી મોટી જાહેરાત, રૂપિયા 1100 કરોડમાં ખરીદશે આ બિઝનેસ

પતંજલિ ફૂડ્સે 1 જુલાઈએ જણાવ્યું હતું કે તેના બોર્ડે તેની પેરેન્ટ કંપની પતંજલિ આયુર્વેદના નોન-ફૂડ બિઝનેસને રૂપિયા 1,100 કરોડમાં ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી છે. એટલે કે કંપની પતંજલિ આયુર્વેદના હોમ કેર અને પર્સનલ કેર બિઝનેસને ખરીદશે.

પિતા હતા ખેડુત, 3 ભાઈ અને 1 બહેન છે, જાણો બાબા રામદેવના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો તેમજ પરિવાર વિશે

આખી દુનિયામાં સ્વામી રામદેવને બાબા રામદેવ તરીકે ઓળખે છે. બાબા રામદેવનું આખું નામ રામકૃષ્ણ યાદવ છે.બાબા રામદેવ ત્રણ ભાઈઓ અને એક બહેનમાં બીજા ક્રમે છે, તો આજે આપણે બાબા રામદેવના પરિવાર વિશે જાણીશું.

Medicines Banned :દ્રષ્ટિ આઈ ડ્રોપથી મધુગ્રિટ સુધી…..બાબા રામદેવની 14થી વધુ પ્રોડક્ટનું લાયસન્સ થયું રદ, જાણો કારણ

ઉત્તરાખંડ રાજ્યની લાયસન્સ ઓથોરિટીએ દિવ્ય ફાર્મસી સામે મોટી કાર્યવાહી કરી છે. રાજ્ય લાયસન્સ ઓથોરિટીએ કંપનીના 15 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ખાંસી, બ્લડપ્રેશર, સુગર, લીવર, ગોઇટર અને આઇ ડ્રોપ્સ માટે વપરાતી 15 દવાઓનું ઉત્પાદન બંધ કરવા સૂચના આપવામાં આવી છે.

ભ્રામક જાહેરાત મુદ્દે બાબા રામદેવે માંગી માફી, SCએ કહ્યું- આ માફી સ્વીકાર્ય નથી

યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર (MD) આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાતોના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો હતો.

Dividend Stock : બાબા રામદેવની કંપનીએ 300 ટકા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી, જાણો રેકોર્ડ ડેટ સહિતની વિગતવાર માહિતી

પતંજલિ ફૂડ્સ લિ.એ બજાર બંધ થયા બાદ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. સરળ શબ્દોમાં કહીએ તો કંપનીના કુલ નફામાં રોકાણકારોને આપવામાં આવતા શેરને ડિવિડન્ડ કહેવામાં આવે છે. ડિવિડન્ડ પ્રતિ શેરના આધારે આપવામાં આવે છે. એટલે કે, રોકાણકાર પાસે જેટલા વધુ શેર હશે તેના ડિવિડન્ડની રકમ જેટલી વધારે હશે.

સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી બાબા રામદેવને થયું 2300 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બુધવારે બાબા રામદેવની કંપનીના શેરની કિંમતમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, BSEમાં પતંજલિ ફૂડ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. જે બાદ કંપનીના શેર 1556 રૂપિયા પર આવ્યા. જ્યારે એક દિવસ પહેલા કંપનીના શેર રૂ. 1620.20 પર બંધ થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">