AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vata Disease Reduce Tips : શરીરમાં વાત રોગ વધી જાય તો પરેશાન થતા નહી, જાણી લો બાબા રામદેવની આ વાત

આર્યુવેદમાં આપણા શરીરના 3 દોષોનો ઉલ્લેખ કર્યો છે. જેનું નામ વાત, કફ અને પિત્ત છે.બાબા રામદેવે એક વીડિયોમાં જણાવ્યું કે, જો વાત રોગ વધી જાય તો આપણે તેનાથી દુર રહેવા શું કરવું જોઈએ. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

Vata Disease Reduce Tips : શરીરમાં વાત રોગ વધી જાય તો પરેશાન થતા નહી, જાણી લો બાબા રામદેવની આ વાત
| Updated on: Feb 04, 2026 | 3:51 PM
Share

પતંજલિના ફાઉન્ડર સ્વામી રામદેવ શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ કરી અને આયુર્વેદિક રીત અપનાવવાની સલાહ આપે છે. તેમને ભારતના યોગ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા રામદેવ કહે છે કે, વધતી ઉંમરમાં પણ જો શરીરને નેચરલી સ્વસ્થ રાખવું છે. તો દરરોજ યોગ કરવા જોઈએ. તેમણે ભારતમાં યોગને એક અલગ ઓળખ આપી છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો છે. જેમાં ઘરેલું ઉપાયો દ્વારા અનેક બીમારીઓ કે હેલ્થ પ્રોબ્લેમની સારવાર આપે છે. એક વીડિયોમાં તે વાત રોગ વધવી પર નેચરલી રીતે ઓછું કરવાની રીત જણાવી રહ્યા છે.

તેના મુજબ જો વાત રોગ વધી જાય છે. તો સાંધામાં દુખાવો, અપચો,નાની ઉંમરે શરીરમાં ધ્રુજારી અને આંગળીઓમાં ઝણઝણાટ સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. ચાલો તમને બાબા રામદેવે સંધિવાને દૂર કરવા માટે જે ઘરેલું ઉપચારનો ઉલ્લેખ કર્યો છે તેના વિશે જણાવીએ.

શું છે વાત દોષ

વાત દોષ શરીરની એક એનર્જી છે. જે વાયુ અને આકાશ સાથે મળી બની છે.આ શારીરિક અને માનસિક ગતિ, કમ્યુનિકેશન, શ્વાસ અને નર્વ સિસ્ટમને કંટ્રોલ કરે છે. જો આ દોષ બગડી જાય છે તો મન અને શરીર બંન્ને પર ખરાબ અસર પડે છે.આનું સૌથી મોટું કારણ ખોટું ફુડ છે. જો તમે ખુબ ઠંડી વસ્તુઓ, કાચા શાકભાજી, ચા-કોફી તેમજ મોડા જમે છો તો વાત દોષને અસંતુલિત થવું શક્ય છે. આ સિવાય બગડતી લાઈફસ્ટાઈલ પણ આપણે અનેક રીતે બીમાર કરે છે.મોડું સુવું, મોડું ઉઠવું, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવું જેવી આદતો વાત રોગ વધારે છે. આની પાછળ ચિંતા, ડર,તણાવ ,વધારે વિચારવું જેવા માનસિક કારણ પણ જવાબદાર છે.

બાબા રામદેવે જણાવ્યું આ રોગને કેવી રીતે દુર કરવો

બાબા રામદેવ કહે છે કે, શરીરમાં દોષ જો વધી જાય તો. આને બેલેન્સ કરવા માટે ડાયટ અને નેચરલી ટ્રીટમેન્ટ લેવી જોઈએ. વાત રોગ વધારે વધી જાય તો એલોવિરા,ગિલોય,પારિજાત કે સરગવાનું જ્યુસ પીઓ. આ સિવાય હળદર, મેથી, સુંઠ, અજમા સાથે જોડાયેલા ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. એલોવેરાની વાત કરીએ તો, આ એક એન્ટીબેક્ટીરિયલ પ્રોપર્ટીઝથી ભરપુર છે. આ સિવાય અજમો અને હળદર તેમજ મેથીના દાણા આર્યુવેદિક ગુણ હોય છે. જેમાં એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે. જે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે.

સ્વામી રામદેવ કહે છે કે, જે લોકોને વાત દોષ વધવાની ફરિયાદ છે. તેમણે ખાવા પીવામાં સાવધાની રાખવી જોઈએ. ખાટી તેમજ ઠંડી વસ્તુઓ વાત દોષ વધારી શકે છએ. આ માટે ફ્લાવર,દુધીનું જ્યુસ,દહીં, આંબળા તેમજ ખઈરા જેવી વસ્તુઓ વાત રોગને વધારી દે છે. જો તમે આ વસ્તુઓ ખાવ છો તો લિમિટમાં ખાઓ. સ્વામી રામદેવ કહે છે કે, દુધીનું શાક અને સુપ વાત રોગને વધારી શકે નહી,બાબા રામદેવના જણાવ્યા અનુસાર આહાર એક જ ઉપચાર છે.

રસોડામાં રાખેલી આ વસ્તુઓનું ઓછું સેવન કરો

ભારતીય રસોડામાં અનેક દેશી વસ્તુઓ છે, જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. સ્વામી રામદેવ વાતની સારવાર માટે હળદર, આદુ, તુલસી, લવિંગ, એલચી અને તજ જેવી વસ્તુઓનું સેવન કરવાની સલાહ કરે છે. વધુમાં, સુંઢ, પીપળ, કાળા મરી અને ત્રિકુટા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આદુ અને તુલસીનો રસ હળદર અને મધ સાથે ભેળવીને પીવો. આ શરદી અને ફ્લૂ માટે ઉત્તમ ઉપાય છે. બાબા રામદેવ સોપારીના પાનમાં ચૂનો અથવા તમાકુનો ઉપયોગ ટાળવાની પણ સલાહ આપે છે, કારણ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">