AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાખો નોકરીઓનું સર્જન થશે ! અદાણી અને ગુગલ સાથે મળીને સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે, ભારતનું આ શહેર ‘AI હબ’ બનશે

અદાણી એન્ટરપ્રાઇઝ અને ગુગલ ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આશરે 15 અબજ યુએસ ડોલર (₹1.25 લાખ કરોડ) ના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ ભારતની AI કેપેસિટી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ઐતિહાસિક બદલાવ લાવશે.

લાખો નોકરીઓનું સર્જન થશે ! અદાણી અને ગુગલ સાથે મળીને સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે, ભારતનું આ શહેર 'AI હબ' બનશે
| Updated on: Oct 14, 2025 | 8:42 PM
Share

આજે ભારતના ટેકનોલોજીકલ ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝની જોઇન્ટ વેન્ચર કંપની ‘અદાણીકોનેક્સ’ અને ‘ગુગલે’ સંયુક્ત રીતે ભારતનું સૌથી મોટું અને નવું AI ડેટા સેન્ટર કેમ્પસની સ્થાપનાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, ગુગલ આશરે 15 અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે.

AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનશે ‘ભારત’

ગુગલનું રોકાણ આશરે 15 બિલિયન યુએસ ડોલર (આશરે ₹1.25 લાખ કરોડ) જેટલું છે, જે આગામી પાંચ વર્ષ (2026-2030) દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે. આ રોકાણ ફક્ત ડેટા સેન્ટર બનાવવા પૂરતું મર્યાદિત નથી, આમાં ગીગાવોટ-સ્કેલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સબ-સી કેબલ નેટવર્ક અને ક્લીન એનર્જી સોર્સનો વિકાસનો પણ સમાવેશ કરવામાં આવશે. AdaniConneX, Airtel અને બીજા ઘણા વૈશ્વિક ટેકનોલોજી ભાગીદારો આ પ્રોજેક્ટમાં ભાગ લેશે. આ કેન્દ્ર ભારતના ઉભરતા AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનશે.

ક્યાં બનશે ‘ડેટા સેન્ટર’?

અદાણીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમમાં ‘ડેટા સેન્ટર’ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, જેમાં AI-આધારિત કોમ્પ્યુટેશનલ સિસ્ટમ્સ, મશીન લર્નિંગ પ્રોસેસિંગ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ સેન્ટર માત્ર સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન અને બિઝનેસને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે તેમજ ભારતને AI નું ગ્લોબલ હબ બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.

અદાણી ગ્રુપ અને Google આંધ્રપ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન્સ, ક્લીન એનર્જી પ્રોડક્શન યુનિટ અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં સંયુક્ત રીતે રોકાણ કરશે. આ પહેલથી ડેટા સેન્ટરને 100% ગ્રીન એનર્જીથી ચલાવવામાં આવશે અને ભારતની પાવર ગ્રીડ ક્ષમતા તેમજ સ્થિરતામાં પણ વધારો જોવા મળશે.

ગુગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું હતું કે, “અમે ભારતની ક્ષમતાને ઉજાગર કરવા માટે ગુગલ એઆઈ હબમાં રોકાણ કરી રહ્યા છીએ. અદાણી સાથે મળીને, અમે અમારા અત્યાધુનિક સંસાધનોને ભારતની નજીક લાવી રહ્યા છીએ, જેનાથી બિઝનેસ, રિસર્ચર અને ક્રિએટર્સ AI ને આગળ વધારવામાં સક્ષમ બની રહ્યા છીએ.”

વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશ ચર્ચામાં આવશે!

આ ‘AI હબ’ અને ‘કનેક્ટિવિટી ગેટવે’ વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશ માટે આર્થિક વિકાસનું એક નવું એન્જિન બનશે. પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન અને તે પછી ટેકનોલોજી, ઉત્પાદન અને ક્લીન એનર્જી સેક્ટરમાં લાખો નોકરીઓનું સર્જન થશે એવો અંદાજ છે. વધુમાં, આ હબ ભારતના ડિજિટલ સમાવેશને વેગ આપશે. ગ્રામીણ વિસ્તારોમાં હાઇ-સ્પીડ કનેક્ટિવિટી, ક્લાઉડ સર્વિસની ઉપલબ્ધતા અને AI શિક્ષણના પ્રસાર માટે નવા માર્ગો ખોલશે.

 બિઝનેસને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">