અબુ ધાબી
અબુ ધાબી શહેર મધ્ય પશ્ચિમ કિનારે પર્સિયન ગલ્ફમાં એક ટાપુ પર સ્થિત છે. 2021 સુધીમાં અબુ ધાબીના શહેરી વિસ્તારની અંદાજિત વસ્તી 1.5 મિલિયન હતી. અબુ ધાબીના અમીરાતમાં 2.9 મિલિયનમાંથી 2016 સુધીમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક શહેરમાં છે. અબુ ધાબી પોતે ત્યાં મુખ્યમથક ધરાવતા વિવિધ સાર્વભૌમ સંપત્તિ ભંડોળના સંયોજનમાં સંચાલન હેઠળની એક ટ્રિલિયન યુએસ ડોલરની સંપત્તિ ધરાવે છે.
અબુધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિનું ઘર છે. જે અલ નાહયાન પરિવારના સભ્ય છે. અબુ ધાબીના ઝડપી વિકાસ અને શહેરીકરણ, વિશાળ તેલ અને ગેસના ભંડાર અને ઉત્પાદન અને પ્રમાણમાં ઊંચી સરેરાશ આવક, તેને એક વિશાળ, વિકસિત મહાનગરમાં પરિવર્તિત કરી દીધું છે. તે દેશનું રાજકારણ અને ઉદ્યોગનું કેન્દ્ર છે અને એક મુખ્ય સંસ્કૃતિ અને વાણિજ્ય કેન્દ્ર છે. આશરે $503 બિલિયન UAE અર્થતંત્રમાં અબુ ધાબીનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ છે.
IPL 2026 Auction : કોણ છે મલ્લિકા સાગર જેના હાથમાં હશે IPL 2026ના ઓક્શનનો હથોડો
IPL 2026 Auction : આઈપીએલ 2026નું ઓક્શન અબુ ધાબુમાં યોજાશે. આ વખતે પણ મલ્લિકા સાગર ઓક્શનમાં જોવા મળશે. જેના હાથમાં આઈપીએલના ઓક્શનનો હથોડો હશે, તો ચાલો જાણીએ કોણ છે મલ્લિકા સાગર
- Nirupa Duva
- Updated on: Dec 16, 2025
- 11:53 am
IPL 2026 Auction : ડિકૉક સહિત 35 ખેલાડીઓએ છેલ્લી ઘડીએ એન્ટ્રી કરી, કેટલાકે બેઝ પ્રાઈસમાં ઘટાડો કર્યો
IPL Auction 2026 : IPLની આગામી સિઝન માટે ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ઓક્શન માટે 350 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. શરૂઆતમાં, 1,355 ખેલાડીઓએ ઓક્શન માટે રજિસ્ટર કરાવ્યું હતુ.
- Nirupa Duva
- Updated on: Dec 9, 2025
- 10:47 am
IPL Auction : IPL ઓક્શનની તારીખ આવી સામે, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
IPL 2026 માટે યોજાનાર ઓક્શનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મીની ઓક્શનની તારીખ અને સ્થળ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વખતે પણ ઓક્શન ભારતની બહાર યોજાશે.
- Smit Chauhan
- Updated on: Nov 11, 2025
- 8:23 pm
એક સાથે રમતા જોવા મળશે હરભજન અને શ્રીસંત, ટુર્નામેન્ટ આ તારીખથી શરૂ થઈ રહી છે
પૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, શ્રીસંત અને પીયુષ ચાવલાની સાથે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડ અને સાઉથ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસીસ અબુધાબી ટી-10 ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
- Nirupa Duva
- Updated on: Oct 23, 2025
- 10:01 am
Breaking News : ભારત-પાકિસ્તાન મેચનું સ્થળ જાહેર, આ શહેરોમાં રમાશે એશિયા કપ 2025ની મેચો
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને બંને વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ અંગે ભારતમાં હોબાળો મચી ગયો છે અને આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ACCએ ભારત-પાકિસ્તાન મેચ ક્યાં યોજાશે તેની જાહેરાત કરી છે.
- Smit Chauhan
- Updated on: Aug 2, 2025
- 10:48 pm
TV9ની WITT સમિટમાં PM મોદીનું સંબોધન, લુલુ ગ્રુપના માલિકોએ અબુધાબીમાં બેસીને સાંભળ્યું, જુઓ ફોટો
TV9 નેટવર્કની 'વોટ ઈન્ડિયા થિંકસ ટુડે'ની ત્રીજી આવૃત્તિ, ગત 28 માર્ચે, દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીના સંબોધન સાથે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમારા ટીવી9 નેટવર્કના વૈશ્વિક દર્શકો પણ તૈયાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમિટને જોવા માટે ઘણા દેશોમાંથી ભારતના લોકો આવ્યા છે. પીએમ મોદીએ, હોટલની અંદર યોજાતા ટીવી કાર્યક્રમોની પરંપરા તોડવા બદલ TV9ને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સમિટનું આયોજન દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં અન્ય મીડિયા કંપનીઓ પણ તેને અનુસરતી જોવા મળશે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2025
- 2:43 pm
UAE ના BAPS હિંદુ મંદિરે શેખ નાહયાન મુબારક અલ નાહયાનની ઉપસ્થિતિમાં એક વર્ષની કરાઈ ઉજવણી
યુનાઈટેડ આરબ અમિરાત ખાતે ગત વર્ષે બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં મંદિર દ્વારા હાંસલ કરવામાં આવેલ વિવિધ સિદ્ધિઓને વાર્ષિક દિવસે વર્ણાવવામાં આવી હતી. મંદિરના એક વર્ષની ઉજવણીમાં યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબીના વિશિષ્ટ મહાનુભાવ, ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવ અને અનેક શ્રદ્ધાળુ, સત્સંગીઓ તેમજ સેવક ગણ ઉપસ્થિત રહ્યાં હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2025
- 8:35 pm
અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં 20 દેશના દૂતાવાસોના ડિફેન્સ અટેચીએ લીધી મુલાકાત, જુઓ તસવીરો
અબુ ધાબીના શાસકોની ઉદારતાથી, યુનાઈટેડ આરબ એમીરેટ્સની રાજધાની અબુધાબી ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પુરુષાર્થથી નિર્મિત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અબુધાબી એક વર્ષથી ઓછા સમયમાં વિશ્વભરના 20 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી ચૂક્યું છે. જે વૈશ્વિક સ્તરે મંદિરને સાંપડેલ અપાર પ્રશંસા, આદર અને સમર્થન દર્શાવે છે.
- Disha Thakar
- Updated on: Jan 16, 2025
- 2:10 pm