એક સાથે રમતા જોવા મળશે હરભજન અને શ્રીસંત, ટુર્નામેન્ટ આ તારીખથી શરૂ થઈ રહી છે
પૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, શ્રીસંત અને પીયુષ ચાવલાની સાથે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડ અને સાઉથ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસીસ અબુધાબી ટી-10 ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.

અબુધાબુ ટી-10 લીગની 9મી સીઝન 18 નવેમ્બરથી શરુ થઈ રહી છે. તેમજ આ ટૂર્નામેન્ટનો અંત 30 નવેમ્બરના રોજ થશે. આ સીઝનની તમામ મેચ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ લીગમાં અનેક સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે. હરભજન સિંહથી લઈ શ્રીસંત, પીયુષ ચાવલા,કિરોન પોલાર્ડ તેમજ આંદ્ર રસલ આ લીગનો ભાગ બનશે. આ લીગમાં દુનિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ સિવાય અનેક સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે.
કુલ 8 ટીમ આ લીગમાં રમતી જોવા મળશે
અબુ ધાબુ ટી-10 લીગમાં દુનિયાના અનેક પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ભાગ લેશે. કુલ 8 ટીમ આ લીગમાં રમતી જોવા મળશે. જેમાં અઝમાન ટાઈટન્સ, એસ્પિન સ્ટેલિયન્સ, ડેક્કન ગ્લેડિયેટર્સ, દિલ્હી, બુલ્સ નોર્દન વોરિયર્સ કેટા ક્વાલરી રોયલ ચેપ્સ અને વિસ્ટા રાઈડર્સનું નામ સામેલ છે. દિગ્ગજ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ દિલ્હી બુલ્સ તરફથી રમશે. તો આંદ્ર રસલ ડેક્કન ગ્લેડિયેટર્સ તરફથી રમતો જોવા મળશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ એસ્પિન સ્ટેલિયન્સ માટે રમશે. અઝમાન ટાઈટન્સે ભારતના વર્લ્ડકપ વિનર લેગ સ્પિનર પીયુષ ચાવલાની ટીમમાં સામેલ કર્યો છે.
View this post on Instagram
આ ટૂર્નામેન્ટમાં 10-10 ઓવર રમાય છે
અબુધાબી ટી10 મેચ 10-10 ઓવરની હોય છે. જેમાં અનેક ખેલાડીઓની હાજરીમાં આ મેચને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ હોય છે. અબુધાબુ ટી10 ટૂર્નામેન્ટની ગત્ત સીઝનનો ખિતાબ ડેક્કન ગ્લેડિએટર્સે જીત્યો હતો. તેમણે ફાઈનલમાં મોરિસવિલે સૈમ્પ આર્મીને હરાવી હતી. ડેક્કન ગ્લેડિએટર્સે અત્યારસુધી કુલ 3 વખત અબુધાબી ટી-10નો ખિતાબ પોતાને નામ કર્યો છે.
ટી-10 ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ
અબુ ધાબી ટી20 ટૂર્નામેન્ટ ડિસેમ્બર 2017માં શરુ થશે. આ ટી10 લીગના રુપમાં લોન્ચ કરવામાં આવ્યું હતુ. ટી10 ક્રિકેટ સૌથી નાનું ફોર્મેટ છે. જે 10 ઓવરની હોય છે. સંયુક્ત અરબ અમીરાતમાં આયોજિત આ લીગ અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા સ્વીકૃત છે. તેમજ ટી10 સ્પોર્ટસ મેનેજમેન્ટ આને મેનેજ કરે છે. દરેક ટીમ 10 ઓવર રમે છે. જે અંદાજે 90 મિનિટ સુધી રમાય છે. ડેક્કન ગ્લેડિએટર્સે 2024માં પોતાનો ત્રીજી વખત ખિતાબ જીતી આ ઈતિહાસ રચ્યો હતો. તેમજ આ લીગને 3 વખત જીતનારી પહેલી ટીમ બની ગઈ છે.
