IPL 2026 Auction : ડિકૉક સહિત 35 ખેલાડીઓએ છેલ્લી ઘડીએ એન્ટ્રી કરી, કેટલાકે બેઝ પ્રાઈસમાં ઘટાડો કર્યો
IPL Auction 2026 : IPLની આગામી સિઝન માટે ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ઓક્શન માટે 350 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. શરૂઆતમાં, 1,355 ખેલાડીઓએ ઓક્શન માટે રજિસ્ટર કરાવ્યું હતુ.

આઈપીએલ 2026 માટે ખેલાડીઓનું ઓક્શન 16 ડિસેમ્બરના રોજ છે. અબુ ધાબુમાં આ ઓક્શન યોજાશે. જ્યાં 1355 ખેલાડી નહી પરંતુ 350 ખેલાડીઓના કિસ્મતના દરવાજા ખુલશે. 1355 એટલે એ તમામ ખેલાડીઓ છે. જેમણે આઈપીએલ 2026ના ઓક્શન માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતુ પરંતુ બીસીસીઆઈએ લીગની ફ્રેન્ચાઈઝી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ તેમાંથી 1005 ખેલાડીઓની છટણી કરી હતી અને ઓક્શન માટે માત્ર 350 ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ તૈયાર કર્યું છે.
ડિકૉક સહિત 35 ખેલાડીઓએ છેલ્લી ઘડીએ એન્ટ્રી કરી
શૉર્ટલિસ્ટ કરાયેલા 350 ખેલાડીઓમાં 35 ખેલાડીઓ એવા પણ છે, જેમણે છેલ્લી મિનિટમાં ઓક્શન લિસ્ટમાં એન્ટ્રી મારી છે. એટલે કે, તેમાંથી કોઈ પણ ઓક્શનની શરુઆતની લિસ્ટમાં ભાગ ન હતા. આ 35 ખેલાડીઓમાંથી સૌથી ચોંકાવનારું નામ સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડિકૉકનું છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, ડિકૉક સહિત આ 35 ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટમાં એન્ટ્રી ફ્રેન્ચાઈઝીના રિકમેન્ડેશન પર થયું છે. ડિકૉને વિકેટકીપર બેટ્સમેન તરીકે ત્રીજા લોટમાં સ્થાન મળ્યું છે.ક્વિન્ટન ડી કોકે પણ IPL 2026ના ઓક્શન માટે પોતાની બેઝ પ્રાઈસમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ વખતે, તેમણે પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રાખી છે.
35 નવા ખેલાડીઓમાં ડિકૉક સિવાય આ નામ સામેલ
કિવન્ટન ડિકૉક સિવાય ઓક્શનની ફાઈનલ લિસ્ટમાં જોડાયેલા કેટલાક નવા ચેહરામાં ત્રવીન મૈથ્યુ, વિનુરા ફર્નાડો, કુસલ પરેરા અને ડ્યુનિથ વેલાલાગે જેવા શ્રીલંકાની ક્રિકેટરોના નામ સામેલ છે.
આઈપીએલ ઓક્શન સાથે જોડાયેલી વાત જાણીએ
બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઈઝીને 8 ડિસેમ્બરના રોજ મેલ કરી ઓક્શનની ડિટેલ શેર કરી હતી. મેલમાં જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબુમાં 350 ખેલાડીઓ પર બોલી લાગશે. ભારતીય સમયઅનુસાર આ ઓક્શન અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ઓક્શન કેપ્ડ ખેલાડીઓથી શરૂ થશે, ત્યારબાદ અનકેપ્ડ ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે.
ફ્રેન્ચાઈઝીની પાસે કુલ 237.55 કરોડ રુપિયા
આઈપીએલ 2026 માટે કુલ 77 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે. જેમાંથી 31 સ્લોટ વિદેશી ખેલાડીઓના સામેલ છે.રવિ બિશ્નોઈ અને વેંકટેશ ઐયર એ બે ભારતીય ખેલાડીઓ છે જેમણે IPL 2026 મીની ઓક્શન માટે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે.આઈપીએલ 2026 માટે ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઈન પૂર્ણ થયા બાદ તમામ 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝીની પાસે કુલ 237.55 કરોડ રુપિયા ઓક્શન માટે વધ્યા છે.
