Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup: ભારતે પ્રથમવાર વિશ્વકપ જીતવાની ગજબ કહાની, 2 ટિકિટોએ તોડી દીધો હતો અંગ્રેજોનો ઘમંડ

On This Day: World Cup 1983 માં ભારતે કપિલ દેવની આગેવાનીમાં જીત્યો હતો. BCCI ના તત્કાલીન અધ્યક્ષ એનકેપી સાલ્વેએ લોર્ડઝમાં World Cup Final જોવા માટે 2 ટિકિટ માંગી હતી.

World Cup: ભારતે પ્રથમવાર વિશ્વકપ જીતવાની ગજબ કહાની, 2 ટિકિટોએ તોડી દીધો હતો અંગ્રેજોનો ઘમંડ
World Cup 1983: On This Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 10:48 AM

ભારતીય ક્રિકેટ ટીમે વનડે વિશ્વકપ 1983 માં કપિલ દેવની આગેવાનીમાં જીત્યો હતો. 25 જૂને ભારતીય ક્રિકેટ સુપર પાવર બનવાની શરુઆત કરી ચુક્યુ હતુ. લોર્ડઝમાં ભારતે તિરંગો લહેરાવવા સાથે જ ભારતીય ક્રિકેટનો દબદબો દુનિયા પર શરુ થયો હતો. ભારતે એ કામ કરી દેખાડ્યુ હતુ, જે માટે યજમાન ઈંગ્લેન્ડ કે તેના ક્રિકેટ ચાહકોએ સપનામાં પણ નહીં વિચાર્યુ હોય. ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં World Cup Final માં હરાવ્યુ હતુ. આ જીતે ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે જ ભારતે પણ હવે ક્રિકેટ જગતમાં નવી શરુઆત કરવાનો પાયો નાંખી દીધો હતો. આ માટે પણ એક ખાસ કારણ હતુ.

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે પોતાની ટીમ ફાઈનલમાં હોવાને લઈ તે જોવા માટે આશા રાખી હતી. આ વાત સ્વાભાવિક હતી. ફાઈનલમાં પહોંચનારી ટીમના બોર્ડ અધ્યક્ષ મેદાનમાં હાજર હોય એ ખેલાડીઓના ઉત્સાહ માટે પણ મહત્વનુ હતુ. પરંતુ ઈંગ્લેન્ડ બોર્ડે BCCI ના અધ્યક્ષને ટિકિટ આપવાથી ના ભણી દીધી હતી. બસ આટલે જ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પાછળ હડસેલાવા માટેના ઉલટા પગલા ગણતુ થઈ ગયુ હતુ. આ માટે તત્કાલીન અધ્યક્ષ સાલ્વેએ એ કામ કરી દેખાડી અંગ્રેજોનો ઘમંડ તોડ્યો હતો.

Jio નો સૌથી સસ્તો પ્લાન, રોજ 3GB ડેટા અને કોલિંગ સાથે મળશે ઘણું બધું
નિવૃત્તિ પછી ટ્રેવિસ હેડને કેટલું પેન્શન મળશે?
મોહમ્મદ સિરાજને ડેટ કરવાને લઈ માહિરા શર્માએ ખુલાસો કર્યો
ધનવાન બનાવી દેશે ઘરના મંદિરમાં રાખેલી આ 4 વસ્તુ ! મા લક્ષ્મીનો રહેશે વાસ
તુલસીના છોડનું મુરજાઈ જવું કે તેના પાનનું ખરી જવું કઈ વાતનો સંકેત આપે છે?
Plant in pot : ઘરે કૂંડામાં જ ઉગાડો લીંબુનો છોડ, બજારમાંથી ખરીદવા નહીં પડે

ટિકિટનો ઘમંડ તોડી દીધો

ક્રિકેટના ચાહકોમાં ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે, વિશ્વકપ ઈંગ્લેન્ડમાં જ રમાતો હતો અને ત્યારબાદ તે અન્ય દેશોમાં રમાડવાની શરુઆત થઈ હતી. માત્ર 2 ટિકિટ નહીં આપવાના ઘમંડ પર ભારતીય ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડને પાઠ ભણાવવાનુ નક્કી કરી લીધુ હતુ. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એનકેપી સાલ્વેએ જે કર્યુ એ જોઈને ઈંગ્લેન્ડ અને દુનિયા જોતી જ રહી ગઈ હતી. ભારતનો ક્રિકેટ જગતમાં યુગ શરુ થયો હતો અને જે હવે ભારતીય પાવર દુનિયા સામે છે.

સાલ્વેને 2 ટિકિટ BCCI ના અધ્યક્ષ રહેતા આપવાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઈન્કાર કરી દીધો હતો. ટિકિટ હોવા છતાં પણ નહીં આપવાને લઈ સાલ્વેને આ વાત કાંટાની જેમ વાગી હતી. ખૂંચેલી આ વાત પર ઘમંડ તોડવાનુ નક્કી કરી દીધુ હતુ. અને કામ કરી દેખા઼ડ્યુ હતુ. સાલ્વેએ ઈંગ્લેન્ડથી બહાર વિશ્વકપ રમાડવાને લઈ પ્રયાસ શરુ કરી દીધો હતો. તેમના પ્રયાસે World Cup 1987 ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સાથે મળીને આયોજન કર્યો હતો. ઈંગ્લેન્ડની બહાર તેમના ક્રિકેટ બોર્ડના હાથમાંથી આયોજન સરકી જવાને લઈ હલચલ મચી ગઈ હતી. ઈંગ્લેન્ડ આયોજન સરકવાને લઈને ભડક્યુ હોય એમ એટલી હદે કહ્યુ હતુ કે, એશિયાઈ દેશ આવડી મોટી ઈવેન્ટ આયોજન નહીં કરી શકે.

BCCI અને PCB એ કર્યુ સફળ આયોજન

ઈંગ્લેન્ડના ઘમંડને તોડવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સાથે મળીને વિશ્વકપ 1987 નુ આયોજન કર્યુ હતુ. ઈંગ્લેન્ડના અપમાન રુપ નિવેદન બાદ તો જાણે સાલ્વેની અંદરની તાકાત અને ઉત્સાહને ડબલ કરી દીધો હતો. તેઓએ કોઈપણ ભોગે જબરદસ્ત આયોજન કરવા માટે મહેનત શરુ કરી દીધી હતી. લાહોરમાં પાકિસ્તાન બોર્ડ સાથે મિટિંગ યોજવામાં આવી હતી અને વિશ્વકપ આયોજન કરવાનુ પાકુ કરી લીધુ હતુ. પ્રથમ વાર ઈંગ્લેન્ડથી બહાર વિશ્વકપનુ આયોજન થયુ હતુ અને સફળ રહ્યુ હતુ. આમ ભારત અત્યાર સુધીમાં ત્રણ વાર વિશ્વકપનુ યજમાન રહી ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ Cheteshwar Pujara Father: ભારતીય ટીમનો હિસ્સો બનશે ચેતેશ્વર પુજારા, ડ્રોપ થયા બાદ પિતાએ બતાવ્યો મજબૂત ભરોસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">