Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલ એકવાર હોય કે વારંવાર? શિવ શંકર, શ્રીકૃષ્ણ, વિષ્ણુ, હનુમાનજી સહિત શંકરાચાર્ય અને શક્તિની ભક્તિ પર સવાલ ઉઠાવનારાઓએ જલારામ બાપાને પણ ન છોડ્યા

છેલ્લા બે દિવસમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનથી ભારે રોષનો માહોલ છે, આ સ્વામીએ સૌરાષ્ટ્રના વિરપુરના ધામના સંત શિરોમણી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી વધુ એક વિવાદનો મધપૂડો છેડી દીધો છે. આજે સ્વામીઓના આવા જ વિવિધ બફાટ અંગે જણાવશુ.

ભૂલ એકવાર હોય કે વારંવાર? શિવ શંકર, શ્રીકૃષ્ણ, વિષ્ણુ, હનુમાનજી સહિત શંકરાચાર્ય અને શક્તિની ભક્તિ પર સવાલ ઉઠાવનારાઓએ જલારામ બાપાને પણ ન છોડ્યા
Follow Us:
| Updated on: Mar 05, 2025 | 3:30 PM

શિવ શંકર, શ્રીકૃષ્ણ, વિષ્ણુ, હનુમાનજી સહિત અનેક દેવી દેવતાઓ અને શંકરાચાર્યોની શક્તિ તેમજ ભક્તિ પર સવાલ ઉઠાવનારા સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક બની બેસેલા સંતો છાશવારે હિંદુઓની આસ્થા પર ચોટ કરતા આવ્યા છે. જો કે આ પ્રથમવાર નથી. સ્વામી નારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામી દ્વારા સમયાંતરે હિંદુ દેવી દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. આ નિવેદનો સોશિયલ મીડિયા, ભાષણો અને સભાઓમાં ચર્ચાનો વિષય બન્યા છે.

ક્યાંથી શરૂ થયો જલારામ બાપાને લઈને વિવાદ

ગુજરાતમાં આજકાલ એક સ્વામીના નિવેદનથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સૌપ્રથમ વાત કરીએ નિવેદનની. સુરતમાં વડતલા સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે વીરપુરના જલારામ બપાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા માહોલ ગરમાયો છે. સ્વામી નારાયણના સંત સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી સ્થિતિ ભક્તિબાગ કોસાડના સત્સંગમાં જલારામ બાપા અંગે કરેલા બફાટનો વીડિયો વાયરલ થયો હતો. સ્વામી જ્ઞાન પ્રકાશે આ સત્સંગમાં જણાવ્યુ હતુ કે જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે.

ગુણાતિત સ્વામી જ્યારે વિરપુર પધાર્યા ત્યારે જલારામ બાપાએ સદાવ્રત માટ જે કોઈ આવે તે સૌને પ્રસાદ ભોજન મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જલા ભગતે ગુણાતિત સ્વામીને દાળ બાટી જમાડ્યા હતા. સ્વામી રાજી થયા અને જલાભગતને આશીર્વાદ આપ્યા કે તમારો સંકલ્પ પૂરો થાય, તમારા ભંડાર કાયમ માટે ભર્યા રહેશે તેવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનપ્રકાશની આ બફાટવાણીનો વીડિયો વાયરલ થયા બાદ ન માત્ર રઘુવંશી સમાજમાં પરંતુ ગુજરાત ભરના સમસ્ત સંત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 18-03-2025
દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

હાલ આ વિવાદ વધુ ઉગ્ર બનતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરી માફી માગી લીધી છે. તેમણે વીડિયોમાં જણાવ્યુ કે તેમણે જે કંઈ કહ્યુ તે તેમણે વાંચેલા એક પુસ્તક અને તે બાદ એક મેગેઝિનમાં પ્રસંગ વાંચ્યો હતો. તેજ મે જણાવ્યો છે. છતા જો કોઈ સમાજને કે વ્યક્તિને મારી વાતથી દુ:ખ પહોંચ્યુ હોય તો હું ખરા હ્રદયથી માફી માગુ છે. આવુ કહી તેમણે વીડિયો પણ ડિલિટ કરી નાખ્યો.

વિવાદ પર શું કહ્યુ જલારામ બાપાના પરિવારે?

આ સમગ્ર વિવાદ અને જ્ઞાન પ્રકાશ સ્વામીએ જણાવેલા પ્રસંગનું જલારામ બાપાના પરિવારે પણ ખંડન કર્યુ છે. જલારામ બાપાના વંશજ અને વિરપુર ધામના ગાદિપતિના નાના ભાઈ ભરતભાઈ ચંદ્રાણીએ જણાવ્યુ કે 205 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના ફતેપુર ગામના ભોજલરામ બાપાની પ્રેરણા અને આશિર્વાદથી જલારામ બાપાએ મહાસુદ બીજના દિવસે અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યુ કે જલારામ બાપાને માનનારા લાખો ભક્તો સત્ય જાણે છે અને સ્વામીએ કરેલા નિવેદનને જલારામ બાપાની જગ્યાના ગાદિપતિ કે જલારામ બાપાના પરિવારનું કોઈનું પણ સમર્થન નથી.

જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ બાદ યાત્રાધાામ વીરપુરના ગ્રામજનો અને રઘુવંશી સમાજના લોકોએ આ ટિપ્પણીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર આવી માફી માગે તેવી માગ કરી છે. જો કે સ્વામીના વધુ એક નિવેદનથી હિંદુ સાધુ સંતોમાં રોષની લાગણી ફેલાઈ છે. સનાતન સંત સમિતિએ રોષ વ્યક્ત કર્યો કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવિધ સ્વામીઓ દ્વારા સતત સનાતન ધર્મ અને સનાતન ધર્મ સાથે જોડાયેલી મહાન વિભૂતિઓનું અપમાન કરી રહ્યા છે. જેને હવે ચલાવી લેવાશે નહીં. સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખી આવા સ્વામીઓની ધરપકડની માંગ કરી છે. એટલુ જ નહીં સનાતન સંત સમિતિએ વડતાલધામને પણ નોટિસ મોકલી છે. સનાતન ધર્મના અપમાન બાબતે નોટિસ પાઠવવામાં આવી છે.

જલારામ બાપાના સત્તાવાર ઈતિહાસને રજૂ કરતુ પુસ્તક રજૂ કરાયુ

આ સમગ્ર વિવાદ પર જલારામ બાપા પરના સત્તાવાર ઈતિહાસને રજૂ કરતું એક પુસ્તક પણ વિરપુરવાસીઓ દ્વારા રજૂ કરાયું છે. વર્ષ 1947માં સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ દ્વારા આ પુસ્તક લખાયું છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જલારામ બાપાના ઈષ્ટદેવ ભગવાન શ્રીરામ હતા અને જલારામ બાપાએ તેમના ગુરુ ભોજલરામ બાપાની પ્રેરણાથી જ સદાવ્રત શરૂ કર્યું હતું. કેટલાંક લોકો પોતાની લીટી લાંબી કરવા અન્યની લીટી ભૂંસી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

પ્રબોધ સ્વામીના શિષ્યને પોત પ્રકાશ્યું

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી નો આ માત્ર એક વિવાદ નથી આ અગાઉ સપ્ટેમ્બર 2022માં પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ અમેરિકાના બોસ્ટન શહેરમાં યોજાયેલા સત્સંગ સભામાં દેવાધિદેવ મહાદેવ અંગે વાણી વિલાસ કર્યો હતો.

ભગવાન શિવ વિશે કર્યો બકવાસ (વર્ષ 2022, સ્થળ- બોસ્ટન, અમેરિકા)

મૂળ સોખડાથી જુદા પડેલા પ્રબોધ સ્વામી અમેરિકાનાં બોસ્ટન શહેરમાં સત્સંગ પ્રચાર અર્થે ગયા છે. ત્યારે પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદ સાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માન માં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં વાણી વિલાસ કર્યો હતો. એ સત્સંગ સભાના વીડિયો મુજબ પ્રબોધ સ્વામીનો મહિમામંડન કરવા માટે ભગવાન શિવજી વિશે બકવાસ કર્યો હતો. આનંદ સાગર સ્વામીએ કહ્યુ હતુ કે કચ્છના એક વિદ્યાર્થીને નિશીતને પ્રબોધ સ્વામીએ રાત્રિના સમયે આજ્ઞા કરી કે આત્મિય ધામના દરવાજા પાસે જા, નિશીત પ્રબોધ સ્વામિની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યા ભગવાન શંકરના નિશીતને દર્શન થયા. આ સમયે નિશીતે પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થાય એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં.

 હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતા ભીંતચિત્રોનો વિવાદ (વર્ષ 2023, સ્થળ- સાળંગપુર)

આજથી બે વર્ષ પહેલા સપ્ટેમ્બર 2023માં સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યો હતો. સાળંગુપર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની વિરાટ પ્રતિમાની નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ વકર્યો હતો. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં બતાવવામાં આવ્યા હતા. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને હનુમાનજીના કરોડો ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

અનુપમ સ્વામીએ નવરાત્રીના તહેવારને ગણાવ્યો લવરાત્રિ

હજુ ગત વર્ષે જ ઓક્ટોબર 2024માં નવરાત્રીના તહેવાર અંગે અનુપમ નામના સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ તેની મલિન માનસિક્તા છતી કરી હતી.શક્તિ, ભક્તિ, જપ, તપ અને માની ઉપાસનાનો પર્વને આ સ્વામીએ નવરાત્રી નહીં પરંતુ લવરાત્રી ગણાવી હતી. તેમણે કહ્યુ હતુ નવરાત્રીએ ફેશનરાત્રી છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. નવરાત્રી એટલે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા. કોઈને ટાંકીને આ અનુપમ સ્વામીએ છૂટાછેડાનું કારણ પણ નવરાત્રીને ગણાવી. તેમણે કહ્યુ હતુ “જે નવરાત્રીમાં પહેલા સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તુ નારાયણી તરીકે જોવામાં આવતી, શક્તિસ્વરૂપા તરીકે જોવામાં આવતી હતી એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રી પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઉંચા લઈ જવાનું એક માઘ્યમ ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતુ મુકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે છે. આ તે કેવી લાચારી”

ભગવાન શિવ અંગે બધુ એક બફાટ (વર્ષ 2018, સ્થળ- અમદાવાદ)

વર્ષ 2018માં, સ્વામીનારાયણ સંપ્રદાયના એક પ્રમુખ સંતે જાહેરમાં કહ્યું હતું, “ભગવાન શિવ મહાદેવ હોવા છતાં, તેઓ મુક્તિ આપવાના માટે સક્ષમ નથી. મુક્તિ માત્ર સ્વામીનારાયણ ભગવાન દ્વારા જ મળી શકે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું અને શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક હિંદુ સંગઠનોએ આ નિવેદન પર કડક આક્ષેપ કર્યા હતા.

ભગવાન શ્રીકૃષ્ણ વિશે વિવાદિત નિવેદન (વર્ષ 2020, સ્થળ- રાજકોટ)

રાજકોટમાં યોજાયેલા એક ધાર્મિક સંમેલનમાં, એક સ્વામીનારાયણના સંતે કહ્યું “શ્રીકૃષ્ણની લીલાઓ માત્ર નાટક હતી, પરંતુ મોક્ષ માટે શ્રીકૃષ્ણ પણ અસમર્થ છે. સાચી મુક્તિ માત્ર સ્વામીનારાયણ ભગવાન દ્વારા જ મળે.” આ નિવેદન બાદ વૈષ્ણવ સમુદાયે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો, અનેક શહેરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

વિષ્ણુ અને કૃષ્ણ વિશે બફાટ

કેટલાક સંતોએ ભવિષ્યમાં સ્વામિનારાયણને વિષ્ણુના એકમાત્ર અવતાર તરીકે માન્યતા આપતા નિવેદન આપ્યું હતુ. એમણે કહ્યું કે શ્રીકૃષ્ણ પણ મુક્તિ આપી શકતા નથી, જેના કારણે વૈષ્ણવ સંપ્રદાયમાં આકરી ટીકા થઈ હતી.

દેવી પૂજા પર વિવાદ (વર્ષ 2017, સ્થળ- વડોદરા)

વડોદરામાં નવરાત્રી દરમ્યાન એક પ્રવચનમાં, એક સંતે એવું નિવેદન આપ્યું “દેવી પૂજા કરવી અનાવશ્યક છે. શક્તિ સ્વામીનારાયણ ભગવાનમાં સમાયેલી છે અને અન્ય કોઈ દેવી-દેવતાઓ પૂજનીય નથી.” આ નિવેદન નવરાત્રિ દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. નિવેદનના કારણે ગઢવી સમાજ અને શક્તિની ઉપાસના કરતા અનેક સમુદાયમાં નારાજગી ફેલાઈ હતી.

હનુમાનજી અને રામ અંગે વાણીવિલાસ (વર્ષ 2019, સ્થળ- ભાવનગર)

ભાવનગરમાં એક સત્સંગ દરમિયાન, એક સ્વામીએ કહ્યું “હનુમાનજી સ્વામિનારાયણના દાસ રૂપે રહ્યા છે અને ભગવાન રામના બદલે સ્વામિનારાયણની ઉપાસના શ્રેષ્ઠ છે. રામભક્તોમાં આ નિવેદન પર રોષ ફેલાયો હતો અને ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી અને સંપ્રદાયને માફી માંગવા માટે દબાણ લાવવામાં આવ્યું હતું.

શંકરાચાર્ય પર આક્ષેપ (વર્ષ 2021, સ્થળ- સુરત)

સુરતમાં એક સભામાં, એક સ્વામીએ શંકરાચાર્યના સિદ્ધાંતો પર નિશાન સાધ્યું અને કહ્યું “શંકરાચાર્યના સિદ્ધાંતો મુક્તિ માટે પૂરતા નથી. સત્યનો માર્ગ તો માત્ર સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો છે.” આ નિવેદન બાદ અખિલ ભારતીય અખાડા પરિષદ અને હિન્દુ સાધુ-સંતોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ અંગે નિવેદન (વર્ષ 2022, સ્થળ- ગાંધીનગર)

ગાંધીનગરમાં, એક સ્વામીએ કહ્યું “રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનો માર્ગ અધૂરો છે. સત્ય અને મુક્તિ માટે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું માર્ગદર્શન જ યોગ્ય છે.” આ નિવેદન બાદ રામકૃષ્ણ મિશનના સાધુઓએ આક્ષેપ કર્યો અને ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.

જો કે હાલ જ્ઞાન પ્રકાશ સ્વામીએ સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા બફાટે આ વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. આ બધા વિવાદાસ્પદ નિવેદનોના કારણે હિંદુ સમાજના કેટલાક વર્ગોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ અસંતોષ ઉભો થયો છે. જો કે સંપ્રદાયના અનુયાયીઓ આ નિવેદનને એમના આરાધ્ય ભગવાન અને તેમના મંતવ્યો સાથે સંકળાયેલી શ્રદ્ધા રૂપે જ સમજે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના બની બેસેલા સ્વામીઓ દ્વારા છાશવારે આ પ્રકારનો બેફામ વાણી વિલાસ થતો આવ્યો છે.

સ્વામીનારાયણના 14 ફિરકાઓને નોટિસ મોકલી કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી

આ અંગે તાજેતરમાં અમદાવાદમાં વિવિધ સંત સમાજની અને સનાતનીઓની એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સનાતનધર્મીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલવાનું નક્કી કર્યુ છે. સનાતનીઓનું કહેવુ છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા સનાતન ધર્મની આસ્થાના પ્રતિક એવા દેવી દેવતાઓનુ અપમાન કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના પંચદેવોને અપમાનિત કરવામાં આવી રહ્યાં છે. સ્વામીનારાયણ મંદિરોમાં સનાતન ધર્મના ભગવાનને, સ્વામી નારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજની બાજુમાં બેસાડે છે. આપણા જ હિન્દુ ધર્મના લોકો સનાતન ધર્મના દુશ્મન છે અને એમને અમે કાયદેસરની નોટિસ મોકલીને ખુલાસો માંગીશું, તેવુ વિચાર ગોષ્ઠી બાદ નક્કી કરવામાં આવ્યું છે. આ વિચાર ગોષ્ઠી દરમિયાન એવું પણ નક્કી કરાયું હતુ કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પુસ્તકોમાં અને નિવેદનોમાં આવતી તથ્ય વગરની વાતો બાબતે જરૂરી ખુલાસો માંગવામાં આવશે. જો ખુલાસો નહીં કરે તો સમયસર કોર્ટની રાહે જઈને કાયદેસર કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લેવાઈ હોવાનું જણાવાયુ છે.

ગુજરાત સહિત  દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
g clip-path="url(#clip0_868_265)">