પિતા ટેનિસ ખેલાડી, માતા બાસ્કેટબોલ ખેલાડી, દીકરો આઈપીએલમાં મચાવી રહ્યો છે ધમાલ
IPL 2026 દરમિયાન અંગક્રિશ રઘુવંશી ચર્ચામાં રહ્યો છે, એક મેચમાં મેદાનમાં (obstructing the field) આઉટ થયો હતો. તો ચાલો આજે આપણે અંગક્રિશ રઘુવંશીના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

અંગક્રિશ રઘુવંશી સ્પોર્ટસ પરિવારમાંથી આવે છે, અંગક્રિશ રઘુવંશીએ 33 ટી20 મેચમાં 685 રન બનાવ્યા છે.અંગક્રિશ રઘુવંશીનો પરિવાર જુઓ

અંગક્રિશ રઘુવંશીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

અંગક્રિશ રઘુવંશીનો જન્મ 5 જૂન 2004ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેઓ 2022ના ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની રાષ્ટ્રીય અંડર-19 ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા, જ્યાં તેઓ ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.તેમણે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે 2024ની ઈન્ડિયન પ્રીમિયર લીગ જીતી હતી.

અંગક્રિશ રઘુવંશીએ ઓક્ટોબર 2023માં હરિયાણા સામે મુંબઈ માટે T20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે 20 નવેમ્બર 2023ના રોજ સિક્કિમ સામે મુંબઈ માટે લિસ્ટ A ક્રિકેટ ડેબ્યૂ કર્યું હતું.

દિલ્હીમાં જન્મેલા રઘુવંશી 11 વર્ષની ઉંમરે મુંબઈ સ્થળાંતરિત થયા હતા, જ્યાં તેમણે અભિષેક નાયર અને ઓમકાર સાલ્વીના માર્ગદર્શન હેઠળ તેમની તાલીમ શરૂ કરી હતી. ત્યારબાદ, તેઓ મુંબઈ કાયમી સ્થળાંતરિત થયા હતા.

KKR એ તેમને IPL 2024ના ઓક્શનમાં 20 લાખમાં ટીમમાં સામેલ કર્યો હતો. 2024માં તેણે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું, દિલ્હી કેપિટલ્સ સામેની તેની પહેલી મેચમાં 27 બોલમાં 54 રન બનાવ્યા હતા.

અંગક્રિશ રઘુવંશીનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો અને બાદમાં તેઓ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યો હતો.તેમના પિતા અવનીશ રઘુવંશી ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી છે અને માતા મલિકા રઘુવંશી બાસ્કેટબોલ ખેલાડી હતી.

એક ઉભરતો ભારતીય ક્રિકેટર છે જે મુખ્યત્વે IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમમાંથી રમે છે.અંગક્રિશ રઘુવંશી 21 વર્ષનો છે.નાની ઉંમરે પણ સીનિયર બોલરને પરસેવો પાડી દે છે.

દિલ્હી કેપિટલ્સ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 18 વર્ષની ઉંમરે અડધી સદી ફટકારીને, તે આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડીઓમાંનો એક બન્યો હતો.

અંગક્રિશ રઘુવંશી આઈપીએલ 2026 દરમિયાન એક મેચ દરમિયાન ચર્ચામાં રહ્યો છે. તેનું કારણ (obstructing the field) આઉટ થવાનું હતુ.

અંગક્રિશ આઈપીએલમાં રનનો વરસાદ કરે છે. આ સાથે તેમના કોચનું નામ પણ રોશન કર્યું છે.

અંગક્રિશે કહ્યું કે, તેની સફળતા પાછળ અભિષેક નાયરનો હાથ છે. જે તેને બાળપણ થી કોચિંગ આપી રહ્યા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
