Year Ender : દક્ષિણ કોરિયામાં 6 કલાકની ઈમરજન્સી, અમેરિકામાં ટ્રમ્પની ઐતિહાસિક જીત…વર્ષ 2024 વિશ્વ માટે કેવું રહ્યું ?

વર્ષ 2024 વૈશ્વિક રાજકારણ, સામાજિક પરિવર્તન અને પર્યાવરણીય પડકારો માટે યાદગાર રહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકા પરત ફરવું અને દક્ષિણ કોરિયામાં ઇમરજન્સી હેડલાઇન્સ બની. ખાલિસ્તાન વિવાદને કારણે ભારત-કેનેડા સંબંધો વણસેલા રહ્યા. ત્યારે આ લેખમાં વર્ષ 2024 દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ વિશે જાણીશું.

| Updated on: Dec 11, 2024 | 7:05 PM
દક્ષિણ કોરિયામાં છ કલાકની ઈમરજન્સી : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ડિસેમ્બર 2024માં અચાનક "માર્શલ લો" લગાવ્યો હતો. તેમણે આ માટે રાષ્ટ્ર વિરોધી જુથોને જવાબદાર ગણાવ્યા હતા. પરંતુ જનતા અને વિપક્ષના જોરદાર વિરોધને કારણે આ ઈમરજન્સી માત્ર 6 કલાકમાં હટાવી લેવામાં આવી હતી. આ નિર્ણયથી દેશમાં રાજકીય હલચલ મચી ગઈ હતી, વિપક્ષે તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિએ માફી માંગી અને આ આદેશ પાછો ખેંચી લીધો.

1 / 6
અમેરિકામાં ટ્રમ્પની ઐતિહાસિક જીત : ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં યુએસ પ્રમુખની ચૂંટણી જીતી છે. આ તેમનું ઐતિહાસિક પુનરાગમન માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેમણે વિરોધ પક્ષના ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા હતા. તેમના વહીવટીતંત્રે યુ.એસ.માં આર્થિક સ્થિતિ સુધારવાનો અને વિદેશી નીતિઓમાં બદલાવ કરવાનો વાયદો આપ્યો છે.

2 / 6
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન : લાંબા સમય સુધી સત્તામાં રહેલી શેખ હસીનાની સરકારને યુવાનો અને વિદ્યાર્થીઓના આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. આ આંદોલન ક્વોટા સિસ્ટમ અને રોજગારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતું. આંદોલનને દબાવવાના સરકારના પ્રયાસો અને પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાને કારણે લોકો વધુ ગુસ્સે થયા હતા.

3 / 6
ઈરાન-બ્રિટન વચ્ચે તણાવ : ઈરાન અને બ્રિટન વચ્ચે રાજકીય તણાવ વધ્યો, ખાસ કરીને ઈરાની પરમાણુ કાર્યક્રમ અને બ્રિટિશ પ્રતિબંધોને લઈને. આ દરમિયાન, ઈરાનના સ્થાનિક વિરોધે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું.

4 / 6
વર્ષ 2024માં શીખ સમુદાયના ભાગોમાં ખાલિસ્તાની આંદોલન કેનેડામાં સક્રિય રહ્યું. વડાપ્રધાન ટ્રુડોએ એપ્રિલ 2024માં ટોરોન્ટોમાં ખાલસા દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું હતું કે, કે કેનેડા અલગતાવાદી અને ઉગ્રવાદી ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

5 / 6
ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર 2023માં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સંભવિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદે 2024માં વધુ તણાવ વધાર્યો હતો, જેમાં બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા અને ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">