World Record : જાપાનના 83 વર્ષના વૃઘ્ઘે પાર કર્યો વિશાળ પ્રશાંત મહાસાગર, 60 વર્ષ પહેલા પણ કર્યુ હતું આ કામ

Japanese Old Man Travel Pacific Ocean Alone : તમને જાણીને આશ્વય થશે કે જાપાનમાં એક 83 વર્ષના વૃધ્ધ કેનેચી હોરીએ વિશાળ પ્રશાંત મહાસાગરને એકલા બોટ ચલાવીને થાક્યા કે રોકાયા વિના પાર કર્યું છે. આ સાહિસક કામ કરનારા તેઓ વિશ્વના સૌથી વૃધ્ધ વ્યક્તિ બની ગયા છે અને તેમના નામે વલ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે.

Abhigna Maisuria
| Edited By: | Updated on: Jun 05, 2022 | 10:59 AM
જાપાનમાં એક 83 વર્ષના વૃધ્ધ કેનેચી હોરીએ વિશાળ પ્રશાંત મહાસાગરને એકલા બોટ ચલાવીને થાક્યા કે રોકાયા વિના પાર કર્યું છે. આ સાહિસક કામ કરનારા તેઓ વિશ્વના સૌથી વૃધ્ધ વ્યક્તિ બની ગયા છે અને તેમના નામે વલ્ડ રેર્કોડ પણ નોંધાયો છે.69 દિવસ પહેલા કેનેચી હોરીએ સૈન ફાંસિસ્કોના બંદરથી પ્રશાંત મહાસાગરથી પોતાની યાત્રાની શરુઆત કરી હતી અને શનિવારે તે પશ્વિમ જાપાનના જલડમરુમધ્ય પહોંચ્યા હતા.

1 / 6
આ પહેલા પણ તેઓ આ રેકોર્ડ બનાવી ચુક્યા છે.વર્ષ 1962માં તે જાપાનથી સૈન ફ્રાન્સિસ્કો સુધી પ્રશાંત મહાસાગરમાં એકલા અને નોન-સ્ટોપ સફર પૂર્ણ કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.આ ફોટો ત્યારનો જ છે. અને હવે 60 વર્ષ પછી તે સૈન ફ્રાન્સિસ્કોથી પાછા જાપાનના પ્રવાસે નીકળ્યા હતા. તે શનિવારે વહેલી સવારે જાપાન પહોંચી ગયો હતા .અને તેમણે પોતાના  બ્લોગમાં લખ્યું હતું કે, “મેં સમાપ્તિ રેખા પાર કરી લીધી છે. હું થાકી ગયો છું."

2 / 6
કેનેચી હોરી એ આ સિદ્ધિ મેળવા માટે ખુબ સંઘર્ષ કર્યો હતો.કેનેચી હોરી આ કારનામું કરનાર વિશ્વના સૌથી ઉમરવાળા વ્યક્તિ બની ગયા છે.આ સંઘર્ષમયી યાત્રામાં તેમને 3 દિવસ સુધી દરિયાના મોટા-મોટા મોજાનો સામનો કરવો પડયો હતો. આવી તમામ પડકારો બાદ તેમણે આ  સંઘર્ષમયી યાત્રા પૂરી કરી હતી.

3 / 6
કેનેચી હોરી 27 માર્ચે સૈન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાથી તેની 990 કિગ્રા અને 19 ફૂટ લાંબી સેઇલબોટ - સનટોરી મરમેઇડ થ્રીમાં આ યાત્રા માટે નીકળ્યાં હતા. 83 વર્ષની ઉંમરે પણ તેઓ એકદમ યુવાનની જેમ ઉર્જાથી ભરપૂર છે.કેનેચી હોરીએ 83 વર્ષની ઉંમરે  એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

4 / 6
કેનેચી હોરીએ 69 દિવસમાં 4000 કિમીની યાત્રા  કરી હતી.કેનેચી હોરી એ વિશ્વના પહેલા એવા વૃધ્ધ બની ગયા છે જેમણે એકલા હાથે અને નોન-સ્ટોપ બોટ ચલાવી આ રેકોર્ડ બનાવ્યો છે.

5 / 6
કેનેચી હોરી દરરોજ તેના પરિવાર સાથે સેટેલાઇટ ફોન પર વાત કરતા હતા, જેથી પરિવારના સભ્યો તેમની ચિંતા ન કરે. તે દિવસમાં ઓછામાં ઓછું એકવાર પરિવારને ફોન  કરી દેતો હતો. તેમનું કહેવું છે કે, આ પ્રવાસમાં પરિવાર સાથેની વાતચીતથી જ તેમને હિંમત મળી અને તેઓ આ યાત્રા પૂર્ણ કરવામાં સફળ રહ્યા.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">