રુપાલાનું નામ લીધા વિના પરેશ ધાનાણીએ કહ્યું, રંગીલા રાજકોટને વર્ગવિગ્રહમાં ધકેલ્યું, 22 વર્ષે બહાર કાઢ્યા પણ ટેસ્ટર અડાડતા જ લાલ લાઈટ થઈ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓને જનસંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા રાજકોટમાં એક પણ સ્થાનિક ઉમેદવાર ના મળતા આખરે અમરેલીથી ઉછીના આયાતી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2024 | 2:51 PM

લોકસભાની રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે કોંગ્રેસ આયોજિત સંવિધાન બચાવો સંમેલનને સંબોધતા, ભાજપ અને પરશોત્તમ રુપાલા પર ભારે વાકપ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ, પરશોત્તમ રુપાલા માટે કહ્યું કે, તેઓ રાજકોટમાં આયાતી ઉમેદવાર છે. પરેશ ધાનાણીએ કાવ્યાત્મક શૈલીમાં ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, સત્તાના અંહકારને જમીનમાં ભંડારવાનું કામ કરવાનું છે. એકતાના ગુલદસ્તાને વેરવિખેર કરવાનું કામ ભાજપે કર્યું છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાથી કેન્દ્ર સરકાર સુધીમાં ભાજપની સત્તા છે પરંતુ લોકોની સમસ્યા યથાવત રહેવા પામી છે. લોકો સમસ્યાના દળ દળમાં દટાઈ રહ્યાં છે. પરશોત્તમ રુપાલા અંગે કહ્યું કે, રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં પાથરેલી ખુરશીઓને ગાભા મારતા પાયાના અનેક કાર્યકરોને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હોય, પરંતુ ભાજપના રાષ્ટ્રીય નેતાઓને જનસંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા રાજકોટમાં એક પણ સ્થાનિક ઉમેદવાર ના મળતા આખરે અમરેલીથી ઉછીના આયાતી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. પરંતુ પરિણામ સ્પષ્ટ છે. હાર નિશ્ચિત છે.

પરશે ધાનાણીએ કહ્યું કે, મે તે સમયે કહ્યું હતું કે, આમને બહાર ના કાઢવા જોઈએ, પરંતુ માન્યા નહીં, 22 વર્ષે બહાર કાઢ્યા અને ટેસ્ટર અડાડતા જ લાલ લાઈટ થઈ. માત્ર રાજકોટ જ નહી સમગ્ર ગુજરાતને વગ્રવિગ્રહમાં ધકેલી દીધુ. કામના મુદ્દે મત ના માંગી શકનારા સત્તાના ટુંકા સ્વાર્થ માટે વર્ગ વિગ્રહનુ બીજ રોપી દીધુ છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">