શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, કહ્યું-સરપંચ હોય તો ડેલિગેટ ના થવાય
બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જબરદસ્ત જામ્યો છે. આ માટે ભાજપ અને કોંગ્રેસે પ્રચારના અંતિમ દિવસો દરમિયાન કમર કસી લીધી છે. આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવારનું નામ લીધા વિના જ પ્રહાર કર્યા હતા. વાવમાં એક કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ પ્રહાર કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અંતિમ તબક્કામાં પ્રચારનો ધમધમાટ કર્યો છે. અંતિમ તબક્કા દરમિયાન ભાજપ દ્વારા કોંગ્રેસે પ્રચાર માટે કમર કસી લીધી છે. વાવમાં એક કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર પર પ્રહાર કર્યા હતા. વાવના બીયોક ગામે કાર્યક્રમમાં શંકર ચૌધરીએ કહ્યુ હતુ કે, લોકોને સરપંચમાંથી રાજીનામું આપીને ડેલિગેટ બનવું છે.
શંકર ચૌધરીએ આગળ પણ કહ્યુ હતુ કે, ગામના સરપંચ હોય તો પણ તાલુકા પંચાયતના ડેલિગેટ બનવુ છે. ડેલિગેટ એટલે તાલુકા પંચાયતના સભ્ય, આમ તાલુકા પંચાયતના પ્રમુખ બનવા માટે ડેલિગેટ થવાય પરંતુ એતો વિષય જ નથી. આમ કહીને શંકર ચૌધરીએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સાંસદ માટેની ચૂંટણી લડવાને લઈ નામ લીધા વિના પ્રહાર કર્યા હતા. અગાઉ ગેનીબેને પણ શંકર ચૌધરીને નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો