ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઘરથી લઈને રસ્તા પર દોડતી ગાડીઓમાં પણ ACનો ઉપયોગ વધી ગયો છે.
પરંતુ કારના ACને લઈને મોટાભાગના લોકોના મનમાં એક સવાલ છે.
લોકો એવું માને છે કે કારના ACના ફેનની સ્પીડ વધવાથી કે ઘટવાથી માઈલેજ પર પણ અસર પડે છે.
આજે આ અહેવાલમાં અમે તમને સાચી હકીકત જણાવીશું.
સૌથી પહેલા તો જાણી લો કે કારના ACનું મિકેનિઝમ સંપૂર્ણપણે એન્જિન સાથે જોડાયેલું છે.
તેથી, ACના ઉપયોગની અસર કારના માઇલેજ પર જોવા મળે છે.
જ્યારે AC ચાલુ હોય, ત્યારે તે એન્જિન પર વધારાનો ભાર મૂકે છે. AC કોમ્પ્રેસરના કારણે આવું થાય છે. જે એન્જિન દ્વારા બેલ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.
કોમ્પ્રેસરને ચલાવવા માટે ઊર્જાની જરૂર પડે છે જે સીધી એન્જિનમાંથી આવે છે.
બીજી તરફ, AC, પંખો, કારની બેટરી એટલે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે જોડાયેલ છે. જે માત્ર કેબિનની અંદર હવા મોકલવાનું કામ કરે છે.
AC પંખાને બેટરીમાંથી એનર્જી મળે છે. તેથી, તેનો વધારો અથવા ઘટાડો કારના એન્જિન અથવા માઇલેજને અસર કરતું નથી. એટલે કે તમે AC 1 પર ચલાવો કે 4 પર, ઈંધણનો વપરાશ એકસરખો રહેશે.