AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch Breaking News : પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા, જુઓ વીડિયો

Bharuch Breaking News : પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા, જુઓ વીડિયો

| Updated on: May 03, 2024 | 5:10 PM

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે.

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે.

ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટભાઈ મૃત્યુ પામ્યા હતા. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

નાયબ પોલીસ અધિક્ષક ગાંગુલી અને પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ અને સ્ટાફ ઘનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘણા સ્થળની સ્થિતિનો તાગ મેળવવા સાથે આ પગલું ભરવા  પણ તપાસ શરૂ કરી છે.

બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ અકસ્માત મોત નોંધ હેઠળ કાર્યવાહી કરી શકે છે સાથે હજુ સુધી મામલાને લઈ ભરૂચ પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો : ભરૂચના પરિવારની સુરતની નહેરમાં લાશ મળવાનો મામલો: ઘટના સામુહિક આપઘાત કે અકસ્માત?

 

Published on: May 03, 2024 04:47 PM
g clip-path="url(#clip0_868_265)">