ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી, જુઓ Video

ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી, જુઓ Video

| Updated on: May 03, 2024 | 4:37 PM

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ અંગ દઝાડતી ગરમી પડે તેવી આગાહી કરી છે.

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ અંગ દઝાડતી ગરમી પડે તેવી આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગરમી સાથે બફારો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જો કે સુરેન્દ્રનગરમાં હાલ સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે અમદવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

અમિત શાહે 10 વાગ્યા પહેલા મતદાન કરવાની કરી અપીલ

બીજી તરફ અમિત શાહે તો ભાજપના તમામ કાર્યકર્તાઓને સવારે 10 વાગ્યા પહેલા જ મહત્તમ મતદાન થાય તે માટે કામે લાગી જવાની સૂચના આપી છે. જો કે શાળાઓમાં વેકેશન અને લોંગ વિકેન્ડનો માહોલ હોવાથી રાજકીય પક્ષો ચિંતિત છે. પરંતુ ભાજપને આત્મવિશ્વાસ છે કે મતદારો સ્વ્યંભુ મતદાન માટે ઉમટશે અને ભાજપની તરફેણમાં જંગી મતદાન થશે.

મતદાનના દિવસે પણ ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહે તેવી સંભાવના છે.બપોરે આકરી ગરમી હોય ત્યારે મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે ખેંચી લાવવા તે અંગે રાજકીય પક્ષો ચિંતિત છે. કોંગ્રેસે ઉમેદવારો અને કાર્યકરોને સૂચના આપી છે કે બપોરે 12 વાગ્યા પહેલા શક્ય હોય તેટલું વધુ મતદાન થાય. જો કે ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ મતદાન મથકો પર અલગ – અલગ વ્યવસ્થા કરી છે. તેમજ વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">