Breaking News : ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, અઢી મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 7 લોકોના મોત
ગુજરાતમાં અકસ્માતની વણજાર યથાવત જોવા મળે છે. અકસ્માતમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આજે કચ્છના ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના વેકરિયા રણ નજીક ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર પરિવારના સાતેય સભ્યોનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરાખંડના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા સૌરવસિંહ નેગી તેમના પરિવાર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ધોરડોથી ભુજ પરત ફરતી વખતે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી.
અઢી મહિનાની બાળકીનું પણ મોત
આ અકસ્માતમાં સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતકોમાં અઢી મહિનાની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે. એક જ પરિવારના સાત સભ્યોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસ અને આર્મીના જવાનો પહોંચ્યા
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એસપી વિકાસ સુંડા સહિતની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં આર્મીના જવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક સ્તરે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : Breaking News : જામનગરમાં નકલી ઘીનો કારોબાર! 932 લીટર ઘી જપ્ત, જુઓ Video
Breaking News : ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર