Breaking News : ન્યૂઝીલેન્ડ સામે કેએલ રાહુલે રચ્યો ઇતિહાસ! બનાવ્યો એવો રેકોર્ડ, જે આજ સુધી કોઈ ભારતીય ઓપનર બનાવી શક્યો નથી
KL Rahul Century IND vs NZ 1st Test: ભારતના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક સદી મારી છે.

ભારતનો ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક સદી પૂરી કરી છે. (Image Source | X)

રાહુલે માત્ર પોતાની સદી જ પૂરી કરી નથી, પરંતુ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પણ એક નવો અને ગૌરવપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. (Image Source | X)

ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 368 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. તેના જવાબમાં ભારતીય બેટ્સમેનોએ સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. (Image Source | X)

બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે કેએલ રાહુલ 52 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ત્રીજા દિવસે પણ તેણે પોતાની શાનદાર લય જાળવી રાખી હતી. (Image Source | X)

કુલ 207 બોલનો સામનો કરીને રાહુલે પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ કારકિર્દીમાં તેની આ 13મી સદી હતી. (Image Source | X)

ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડની ધરતી પર કિવી ટીમ સામે ટેસ્ટ ક્રિકેટમાં ફટકારેલી આ તેની પ્રથમ સદી છે. આ સદી સાથે કેએલ રાહુલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. (Image Source | X)

દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા ચારેય દેશોમાં ટેસ્ટ સદી ફટકારવાની સિદ્ધિ તેણે હાંસલ કરી છે. આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ઓપનર બેટ્સમેન બન્યો છે. (Image Source | X)

આ ઉપરાંત, ચારેય દેશોમાં ટેસ્ટ સદી ફટકારનારા એશિયાઈ બેટ્સમેનોની ખાસ યાદીમાં પણ રાહુલે પોતાનું સ્થાન મેળવ્યું છે. (Image Source | X)

મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજ, શાનદાર ટેકનિક અને દૃઢ નિશ્ચય સાથે બેટિંગ કરીને કેએલ રાહુલે વેલિંગ્ટનના મેદાન પર ઇતિહાસ રચી દીધો છે. (Image Source | X)
આ પણ વાંચો, 1 રન પર કેચ છોડવો નેપાળને પડ્યો ભારે, તિલક વર્માએ સદી ફટકારીને આપ્યો જડબાતોડ જવાબ
