AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter hydration : શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું પૂરતું છે ? તમે નહીં જાણતા હોવ આ વાત

શિયાળામાં તરસ ઓછી લાગે છે, તેથી ડિહાઇડ્રેશનનો ખતરો વધે છે. માત્ર પાણી પીવું પૂરતું નથી. શરીરને પૂરતું હાઇડ્રેશન આપવા માટે અન્ય પ્રવાહી પણ જરૂરી છે.

| Updated on: Nov 21, 2025 | 6:18 PM
Share
શરીરને હાઇડ્રેટ રાખવું દરેક ઋતુમાં જરૂરી છે, પરંતુ ખાસ કરીને શિયાળામાં લોકો પાણીનું સેવન ઓછું કરતા હોય છે. ઠંડીના દિવસોમાં તરસ ઓછી લાગે છે, જેના કારણે ઘણા લોકો પાણી ઓછું પીવે છે, પરંતુ શરીરને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મળવું ખૂબ જ આવશ્યક છે. પ્રશ્ન એ છે કે શું હાઇડ્રેટેડ રહેવા માટે માત્ર પાણી પીવું પૂરતું છે? નિષ્ણાતોના મતે તેનો જવાબ થોડો અલગ છે.

1 / 7
દિવસ દરમિયાન 2.5 થી 3 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પાણી શરીરના અનેક મહત્વપૂર્ણ કાર્યોને સરળ બનાવે છે. લીવર અને કિડનીના ડિટોક્સિફિકેશનથી લઈને ત્વચાનો ભેજ જાળવવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા સુધી પાણીની મોટી ભૂમિકા છે. પાણીની કમી થાય તો થાક, શુષ્ક મોં, શુષ્ક ત્વચા, ચક્કર આવી જવું, પેશાબ ઓછી થવી અને સ્નાયુઓમાં ખેંચાણ જેવા લક્ષણો દેખાઈ શકે છે.

2 / 7
ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને હાઇડ્રેશન એટલું જ જોઈએ જેટલું ઉનાળામાં. માત્ર પાણી પીવાથી હાઇડ્રેશન પૂર્ણ થાય છે એવું નથી. શરીરમાં પ્રવાહી જળવાઈ રહે તે માટે નાના-મોટા ભોજન અને વિવિધ પ્રકારના પ્રવાહી પીવાનું પણ જરૂરી છે.

3 / 7
હાઇડ્રેશનની જરૂરિયાત દર્શાવતી કેટલીક નિશાનીઓ હોય છે, જેમ કે સૂકા હોઠ, ખરાશવાળું મોં, માથાનો દુખાવો, સુસ્તી અને પેશાબનો રંગ ઘાટો પીળો થવો. શરીરમાં પાણીની અછત થાય ત્યારે મગજ સુધી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેના કારણે થકાવટ, ચીડિયાપણું અને માથાનો દુખાવો વધી શકે છે. આવી સ્થિતિમાં માત્ર પાણી પીવાથી વધારે, અન્ય પ્રવાહી પીવું પણ ફાયદાકારક રહે છે.

4 / 7
શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પર આધાર રાખવાનો નહીં. વધારે પાણી પીવાથી પણ વારંવાર પેશાબ થવો અથવા ઉબકા આવવા જેવી તકલીફો થઈ શકે છે. તેથી સાથે સાથે સૂપ, નાળિયેર પાણી, હર્બલ ટી, ફળોના રસ, દહીં, રસદાર ફળો અને પોર્રીજ જેવા પ્રવાહીના વિકલ્પો પણ લેવાં જોઈએ. આ શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે અને સાથે સાથે પોષક તત્વો પણ પૂરા પાડે છે, જે શરીરને મજબૂત અને સક્રિય રાખે છે.

5 / 7
બીજી બાજુ, કેટલીક આદતો પણ શરીરને ડિહાઇડ્રેટ કરે છે. શિયાળામાં ચા–કોફીનું સેવન વધી જાય છે, પરંતુ કેફીન શરીરમાં પાણીની અછત ઊભી કરી શકે છે. આલ્કોહોલ પણ ડિહાઇડ્રેશનનું મુખ્ય કારણ છે, તેથી તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કેટલીક દવાઓ પણ વારંવાર પેશાબ થવાનું કારણ બને છે, જેથી વધુ પ્રવાહી લેવું પડે. જો તમે વધારે સૂર્યપ્રકાશમાં રહો છો અથવા ભારે કસરત કરો છો તો ઇલેક્ટ્રોલાઇટ્સ સાથેનું હાઇડ્રેશન ખૂબ જ જરૂરી બને છે.

6 / 7
એકંદરે, શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પૂરતું નથી. પાણી સાથે અન્ય પૌષ્ટિક પ્રવાહી અને હેલ્થી આહારનો સમાવેશ કરો, કેફીન અને આલ્કોહોલ ઘટાડો અને શરીરના સંકેતોને જાણો, એટલું કરવાથી શિયાળામાં પણ તમારું હાઇડ્રેશન સ્તર યોગ્ય રહેશે.

7 / 7

Winter Health Tips : શિયાળામાં તમારું લોહી જાડું નથી થઈ રહ્યું ને ? જાણી લો લક્ષણો

Follow Us
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત

અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો

સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ

જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર

ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?

જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક

ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ

અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો

g clip-path="url(#clip0_868_265)">