AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઇઝરાયલનો વડાપ્રધાન છું, ત્યાં સુધી ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં, નેતન્યાહુની જાહેરાત

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે, જ્યાં સુધી સુરક્ષાની જરૂર પડશે ત્યાં સુધી ઇઝરાયલી સૈનિકો દક્ષિણ લેબનોનમાં રહેશે. ઇઝરાયલ કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે ઇઝરાયલે, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને, ઈરાનના પરમાણુ માળખાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે.

Breaking News : ઇઝરાયલનો વડાપ્રધાન છું, ત્યાં સુધી ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં, નેતન્યાહુની જાહેરાત
| Updated on: Jun 22, 2026 | 10:30 AM
Share

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું કે, ઈઝરાયલની સેના દક્ષિણી લેબનાનમાં બનાવવામાં આવેલી સુરક્ષા ક્ષેત્રમાં ત્યાં સુધી તૈનાત રહેશે. જ્યાં સુધી ઈઝરાયલના લોકોની સુરક્ષા માટે તેની જરુરત પડશે. તેમણે એ પણ કહ્યું કે, કોઈ પણ કીંમત પર ઈરાનને પરમાણું હથિયાર બનાવવા દેશે નહી. નેતન્યાહુએ આ વાત યરુશલમમાં જીએનએસ ઈન્ટરનેશનલ પોલિસી સમિટ 2026 દરમિયાન કહી હતી.

ઈરાનના પરમાણું ઢાંચેને ભારે નુકસાન

નેતન્યાહુએ કહ્યું કે, ઈઝરાયલે ઈરાનની આ યોજનાને અસફળ કરી છે. જેનાથી તે પરમાણું બોમ્બ બનાવી ઈઝરાયલ માટે એક ખતરો બની શકતું હતુ. તેમણે દાવો કર્યો કે, જો ઈઝરાયલે ઓપરેશન રાઈઝિંગ લાયન અને ઓપરેશન રોઅરિંગ લાયન ન ચલાવ્યું હોત. તો આજે ઈરાનની પાસે પરમાણું બોમ્બ હોત. તેના મુજબ અમેરિકી વાયુસેના અને સેનાના સહયોગથી ઈરાનના પરમાણું ઢાંચેને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેમણે દાવો કર્યો કે, આ હુમલાથી ઈરાનની પરમાણું ક્ષમતા નબળી થઈ છે.

નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલે માત્ર ઇરાનના પરમાણુ કાર્યક્રમને જ નહીં પરંતુ ઇરાન સમર્થિત આતંકવાદી નેટવર્કને પણ મોટો ઝટકો આપ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાલી રહેલી યુએસ-ઈરાન વાટાઘાટોનો ઉલ્લેખ કરતા, નેતન્યાહૂએ કહ્યું કે વાટાઘાટોના પરિણામને ધ્યાનમાં લીધા વિના, ઇઝરાયલનું વલણ યથાવત રહેશે. તેમણે કહ્યું, “જ્યાં સુધી હું ઇઝરાયલનો વડા પ્રધાન છું, ત્યાં સુધી ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં.”

દક્ષિણી લેબનાનમાં ઈઝરાયલી સેનાની હાજરી પર તેમણે કહ્યું કે, આ પગલું માત્ર નાગરિકોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ દેશ પોતાના લોકોની સુરક્ષાને ખતરામાં નાંખી શકતું નથી.

લેબનાન નહી હિઝબુલ્લાહથી છે લડાઈ : નેતન્યાહુ

નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે, ઇઝરાયલનું યુદ્ધ લેબનોન સાથે નહીં, પરંતુ હિઝબુલ્લાહ સાથે છે. તેમના મતે, હિઝબુલ્લાહ લેબનોનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે અને ઇઝરાયલનો નાશ કરવા માંગે છે. તેમણે આશા વ્યક્ત કરી કે જો હિઝબુલ્લાહને ખતમ કરવામાં આવે અથવા તેના શસ્ત્રો સોંપવા માટે દબાણ કરવામાં આવે, તો ભવિષ્યમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરાર થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ આવા કરાર પર હસ્તાક્ષર કરવા આતુર છે.

5 વર્ષ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સમાં કામ કર્યું, ઈરાનના ભુક્કા બોલાવી દેનાર નેતન્યાહૂનો પરિવાર જુઓ અહી ક્લકિ કરો

Follow Us
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
g clip-path="url(#clip0_868_265)">