AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો, 133.39 મીટરે પહોંચી સપાટી, હજુ પણ વધશે જળરાશિ

Breaking News : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો, 133.39 મીટરે પહોંચી સપાટી, હજુ પણ વધશે જળરાશિ

| Updated on: Aug 11, 2026 | 11:21 AM
Share

હાલમાં સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ક્ષમતાની સરખામણીએ 82.58 ટકા જળસ્તર ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

Narmda : ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમની હાલની જળસપાટી 133.39 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.

ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક

સરદાર સરોવર ડેમમાં હાલ 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક વધતા ડેમનું જળસ્તર પણ ઝડપથી વધી રહ્યું છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ક્ષમતાની સરખામણીએ 82.58 ટકા જળસ્તર ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

138.68 મીટર છે ડેમની મહત્તમ જળસપાટી

સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલની સપાટી 133.39 મીટરે પહોંચી હોવાથી ડેમ તેની મહત્તમ સપાટી તરફ આગળ વધી રહ્યો છે. આગામી સમયમાં પાણીની આવકમાં વધારો કે ઘટાડો થાય તેના આધારે ડેમની જળસપાટીમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થતા વધારા પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવે છે. ડેમમાં પાણીની આવક વધતા નર્મદા આધારિત જળસ્રોતો અને સિંચાઈ માટે પણ મહત્વપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે.

 

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું એલર્ટ, અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">