AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહિસાગરના આકલિયા ગામની 7 વર્ષીય બાળકીનું ચાંદીપુરાથી મોત

Breaking News : મહિસાગરના આકલિયા ગામની 7 વર્ષીય બાળકીનું ચાંદીપુરાથી મોત

| Updated on: Aug 11, 2026 | 2:05 PM
Share

મહિસાગરના ચાંદીપુરાનો કેસ નોંધાતા આરોગ્ય વિબાગે આકલિયા ગામમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરી છે. તો જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો છે. જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.ધ્રોલનાં રાજપરા ગામના ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જીજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા હતા.12 પૈકી 11 દર્દીઓના રિપોર્ટ જાહેર થયા છે.

11 રિપોર્ટમાંથી 10 નેગેટિવ અને એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટની હજુ રાહ જોવાઇ રહી છે.

ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ

જામનગરમાં અત્યાર સુધી શંકાસ્પદ વાયરસથી 8 દર્દીના મોત થયા છે.જેમાંથી 7 દર્દીનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે એક મૃતક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. હાલ જીજી હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે.બંને દર્દીઓની હાલત સામાન્ય હોવાનું તબીબોનું જણાવવું છે.પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં સતર્કતા વધી ગઈ છે.

 

સારવાર દરમિયાન બાળકીનું મોત

તો બીજી બાજુ મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષની બાળકીની તબિયત લથડતા સારવાર અર્થે લુણાવાડા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે.આકલિયા ગામની સાત વર્ષીય હિરલ ડામોરનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.ચાંદીપુરા વાયરસને લઈ એકનું મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઇ છે.

 

Travel Tips : શનિ-રવિની રજામાં પત્ની સાથે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની મોજ માણો, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">