AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજના 50 કિમી સિટી ડ્રાઇવિંગ માટે કઈ કાર લેવી ? તમારા બજેટમાં કઈ ગાડી સેટ થશે? જાણો મધ્યમ વર્ગ માટે કયો ઓપ્શન છે ‘બેસ્ટ’

આજના સમયમાં દરરોજ ઑફિસ કે કૉલેજ માટે 50 કિલોમીટરનું સિટી ડ્રાઇવિંગ કરવું એ મધ્યમ વર્ગ માટે મોટો આર્થિક બોજ બની શકે છે. વધતા ફ્યુઅલના ભાવ અને ટ્રાફિક વચ્ચે દૈનિક ખર્ચ કંટ્રોલમાં રાખવો એ સૌથી મોટો પડકાર છે. એવામાં સવાલ એ છે કે, આવી સ્થિતિમાં કઈ ગાડી લેવી શ્રેષ્ઠ રહેશે?

| Updated on: Aug 11, 2026 | 2:01 PM
Share
આજના સમયમાં દરરોજ ઑફિસ, કોલેજ કે વ્યવસાય અર્થે 50 કિલોમીટર જેટલું સિટી ડ્રાઇવિંગ કરવું એ એક આર્થિક બોજ બની શકે છે. સતત વધતા પેટ્રોલના ભાવ, સિટીનો ભારે ટ્રાફિક અને દૈનિક મુસાફરીના ખર્ચને ધ્યાનમાં રાખીને એક મધ્યમ વર્ગીય પરિવાર, નોકરિયાત વર્ગ કે સ્ટુડન્ટ માટે એવી કાર પસંદ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે કે, જે બજેટમાં હોય, ઉત્તમ માઇલેજ આપે અને જેનું મેન્ટેનન્સ પણ ખિસ્સાને પોસાય તેવું હોય.

1 / 7
Maruti Suzuki Celerio: જો તમારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અને માત્ર પેટ્રોલની બચત તેમજ ઉત્તમ માઇલેજ મેળવવાનો છે, તો મારુતિ સેલેરિયો તમારા માટે એક અદ્ભુત વિકલ્પ છે. 67 BHP પાવર અને 89 Nm ટોર્ક જનરેટ કરતા 1.0 લિટર K-series પેટ્રોલ એન્જિન સાથે આવતી આ કાર સિટી ટ્રાફિક માટે અત્યંત હળવી અને ચલાવવામાં સરળ છે. સેલેરિયોની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹5.37 લાખથી શરૂ થઈને ₹7.14 લાખ સુધી જાય છે. પેટ્રોલ મેન્યુઅલમાં આ કાર 25.24 kmpl સુધીની શાનદાર માઇલેજ આપે છે, જ્યારે સીએનજી (CNG) વેરિયન્ટમાં આ માઇલેજ વધીને 34.43 km/kg સુધી પહોંચી જાય છે. તેની ટોપ સ્પીડ અંદાજે 140 થી 150 km/h છે, જે સિટી ડ્રાઇવિંગ તેમજ હાઇવે માટે પૂરતી છે. દરરોજના 50 કિમીના વપરાશ માટે સેલેરિયો સીએનજી વર્ઝન ખર્ચમાં ખૂબ જ સસ્તું પડે છે.

2 / 7
Maruti Alto K10: કોલેજ જતાં સ્ટૂડન્ટ્સ અથવા પોતાની પહેલી કાર ખરીદતા યુવાનો માટે અલ્ટો K10 એક આદર્શ પસંદગી છે. તેની એક્સ-શોરૂમ કિંમત માત્ર ₹3.99 લાખથી ₹5.96 લાખની વચ્ચે છે, જે આજના સમયમાં સૌથી બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ બનાવે છે. આ કારમાં પણ 67 BHP પાવર ધરાવતું 1.0 લિટરનું એન્જિન છે, જે સિટીના પિક-અપ માટે શ્રેષ્ઠ છે. સેલેરિયોની તુલનામાં અલ્ટો K10 કિંમતમાં લગભગ ₹1.5 લાખ સસ્તી છે. આ સિવાય માઇલેજમાં બહુ મોટો તફાવત નથી. અલ્ટો K10 પેટ્રોલમાં 24.39 kmpl અને સીએનજીમાં 33.85 km/kg ની માઇલેજ આપે છે. કારનું નાનું કદ હોવાને કારણે સિટીના સાંકડા રસ્તાઓ અને ટ્રાફિકમાં તેને પાર્ક કરવી કે ચલાવવી અત્યંત સરળ બને છે. તેની ટોપ સ્પીડ 145 km/h જેટલી છે. જો બજેટ મર્યાદિત હોય, તો સેલેરિયો કરતાં અલ્ટો K10 વધુ વ્યવહારુ સાબિત થાય છે.

3 / 7
Tata Tiago: જો તમે માત્ર માઇલેજની સાથે મજબૂત બિલ્ડ ક્વોલિટી અને 4-સ્ટાર સેફ્ટી રેટિંગ ઇચ્છતા હોવ, તો ટાટા ટિયાગો એ સેલેરિયો અને અલ્ટો કરતાં ઘણો ચડિયાતો વિકલ્પ છે. 1.2 લિટર રેવોટ્રોન એન્જિન સાથે આવતી ટિયાગો 86 BHP નો પાવર અને 113 Nm ટોર્ક આપે છે, જે ચલાવવામાં વધુ દમદાર અને સ્ટેબલ લાગે છે. ટિયાગોની કિંમત ₹5.65 લાખથી ₹8.90 લાખ સુધીની છે. તેની ટોપ સ્પીડ 150 km/h સુધી પહોંચે છે. માઇલેજની વાત કરીએ તો, ટિયાગો પેટ્રોલમાં 19.01 kmpl અને CNG માં 26.49 km/kg આપે છે. જો તમે ટિયાગોની સરખામણી સેલેરિયા સાથે કરો, તો સેલેરિયા તમને 2 થી 3 કિમી વધુ માઇલેજ આપશે પરંતુ ટિયાગો તમને અકસ્માત સામે સારી સુરક્ષા, ઉત્તમ રોડ પ્રેઝન્સ અને મજબૂતાઈ આપે છે. દરરોજ 50 કિમી હાઇવે અને સિટી ડ્રાઇવિંગ કરતા લોકો માટે ટિયાગો સુરક્ષાની દ્રષ્ટિએ વધુ ભરોસાપાત્ર છે.

4 / 7
Hyundai Grand i10 Nios: આમાં જે ઑફિસ ગોઅર્સ કે પ્રોફેશનલ્સને દરરોજના 50 કિમીના મુસાફરી દરમિયાન વધુ કમ્ફર્ટ, રિલેક્સ કેબિન અને આધુનિક ફીચર્સ જોઈએ છે, તેમના માટે ગ્રાન્ડ i10 નીઓસ ઉત્તમ કાર છે. 83 BHP પાવર આપતું 1.2 લિટર કપ્પા એન્જિન અત્યંત રિફાઇન્ડ અને અવાજ વગરનું (સ્મૂધ) છે. તેની કિંમત ₹5.92 લાખથી ₹8.56 લાખ સુધીની છે અને ટોપ સ્પીડ 160 km/h છે. નીઓસ પેટ્રોલમાં 20.7 kmpl અને સીએનજી વેરિયન્ટમાં 27 km/kg ની માઇલેજ આપે છે. ટાટા ટિયાગોની સરખામણીમાં i10 નીઓસનું એન્જિન વધુ સ્મૂધ છે અને તેનો ઇન્ટિરિયર લુક વધુ પ્રીમિયમ લાગે છે, જ્યારે ટિયાગો સેફ્ટીમાં આગળ છે. સેલેરિયો કરતાં આ કાર થોડી મોંઘી છે પરંતુ કમ્ફર્ટ અને રાઇડ ક્વોલિટીમાં ઘણી આગળ છે.

5 / 7
દૈનિક 50 કિલોમીટરના સિટી ડ્રાઇવિંગ માટે યોગ્ય કારની પસંદગી તમારી પર્સનલ ચોઈસ પર આધાર રાખે છે. જો તમારું લક્ષ્ય માત્ર ઇંધણનો ખર્ચ ઘટાડવાનું છે અને તમારું બજેટ મધ્યમ છે, તો મારુતિ સેલેરિયો સીએનજી સૌથી વધુ માઇલેજ આપીને તમારા પૈસાની બચત કરશે. જો બજેટ ખૂબ ઓછું હોય અને સ્ટૂડન્ટ્સ કે નાની ફેમિલી માટે કાર જોઈતી હોય, તો અલ્ટો K10 સેલેરિયા જેવી જ માઇલેજ ખૂબ જ ઓછી કિંમતમાં પૂરી પાડે છે.

6 / 7
બીજી તરફ, જો તમે થોડું માઇલેજમાં સમાધાન કરીને પણ કારની સુરક્ષા (Safety) અને મજબૂતાઈને પ્રાધાન્ય આપવા માંગતા હોવ, તો ટાટા ટિયાગો સેલેરિયો કે અલ્ટો કરતાં ઘણી વધુ સુરક્ષિત અને લાંબાગાળે ટકાવ સાબિત થાય છે. જો તમને ઑફિસ આવવા-જવા માટે ઉત્તમ કમ્ફર્ટ, પ્રીમિયમ ફીચર્સ અને સ્મૂધ ડ્રાઇવિંગ અનુભવ જોઈતો હોય, તો હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નીઓસ એ શ્રેષ્ઠ પસંદગી રહેશે. દૈનિક 50 કિમી માટે CNG વેરિયન્ટ પસંદ કરવું એ આર્થિક રીતે સૌથી બુદ્ધિપૂર્વકનો નિર્ણય રહેશે.

7 / 7
ડિસ્ક્લેમર (Disclaimer): આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી, બજારના અંદાજ અને અહેવાલો (Reports) પર આધારિત છે. અલગ-અલગ વાહનોના મોડેલ, ઇંધણના ભાવ અને ચાર્જિંગ દરોના આધારે વાસ્તવિક ખર્ચમાં તફાવત હોઈ શકે છે. આથી, કોઈપણ નવું વાહન ખરીદતા પહેલાં ઓટોમોબાઇલ નિષ્ણાત (Auto Expert) ની સલાહ ચોક્કસથી લો.

₹5 લાખના બજેટમાં કઈ ‘Car’ ખરીદવી? જાણો કઈ ગાડી આપશે ‘સૌથી વધુ માઇલેજ’ અને ‘ઓછો મેન્ટેનન્સ’

Follow Us
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ

રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ

મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત

₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ

g clip-path="url(#clip0_868_265)">