AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યૂટ્યુબર્સ માટે ‘માઠા સમાચાર’! Monetization ના નિયમો બદલાયા, હવે કમાણી કરવી થશે ‘મુશ્કેલ’

યૂટ્યુબ પરથી કમાણી કરતા અથવા નવી ચેનલ શરૂ કરવાનું વિચારતા ક્રિએટર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યૂટ્યુબે પોતાના 'પાર્ટનર પ્રોગ્રામ' (YPP) ના નિયમોમાં વર્ષ 2018 પછીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. હવે નવા ક્રિએટર્સ માટે મોનેટાઇઝેશન મેળવવું અને શોર્ટ્સમાંથી કમાણી ચાલુ રાખવી પહેલા કરતાં વધુ પડકારજનક બની જશે.

યૂટ્યુબર્સ માટે 'માઠા સમાચાર'! Monetization ના નિયમો બદલાયા, હવે કમાણી કરવી થશે 'મુશ્કેલ'
Image Credit source: AI Generated
| Updated on: Aug 11, 2026 | 9:45 PM
Share

યૂટ્યુબથી પૈસા કમાવા હવે પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયા છે. વાસ્તવમાં યૂટ્યુબે નવા ક્રિએટર્સ માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી નવા ક્રિએટર્સને આ પ્રોગ્રામ માટે એલિજિબલ (યોગ્ય) બનવા માટે પહેલાના નિયમોની સરખામણીએ હવે ડબલ (બમણા) વોચ અવર્સ (Watch Hours) પૂરા કરવા પડશે અને વધુ યૂટ્યુબ શોર્ટ્સ વ્યુઝની જરૂર પડશે.

આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે યૂટ્યુબ પ્લેટફોર્મ પર વોચ-ટાઇમમાં સતત વધારો જોઈ રહ્યું છે. રોજના લગભગ 200 બિલિયન શોર્ટ્સ વ્યુઝ અને ટીવી પર એક બિલિયન કલાકથી વધુનો વોચ ટાઇમ જોવા મળી રહ્યો છે. આ ફેરફાર વર્ષ 2018 પછી પાર્ટનર પ્રોગ્રામમાં પહેલો મોટો ફેરફાર છે. આ પ્રોગ્રામમાં પહેલાથી જ 3 મિલિયનથી વધુ ક્રિએટર્સ છે.

યૂટ્યુબ ક્રિએટર્સ માટે ‘નવા ફેરફારો’

એક બ્લોગ પોસ્ટમાં યૂટ્યુબે ક્રિએટર્સ માટે નવા ક્રાઇટેરિયા (માપદંડ) જણાવ્યા છે. 1 ફેબ્રુઆરી 2027 થી, નવા એપ્લિકન્ટ્સને એડ્સ અને યૂટ્યુબ પ્રીમિયમ રેવેન્યુ શેરિંગ માટે ક્વોલિફાય કરવા માટે છેલ્લા 365 દિવસમાં 8000 ક્વોલિફાઇડ વોચ અવર્સ અથવા છેલ્લા 90 દિવસમાં 20 મિલિયન ક્વોલિફાઇડ શોર્ટ્સ વ્યુઝની જરૂર પડશે.

પહેલા આ લિમિટ 4000 વોચ અવર્સ અથવા 10 મિલિયન શોર્ટ્સ વ્યુઝની હતી. 1000 સબ્સ્ક્રાઇબર્સની જરૂરિયાતમાં કોઈ ફેરફાર થયો નથી. એવામાં જે ક્રિએટર્સ પહેલાથી જ YPP નો હિસ્સો છે, તેમના પર આની કોઈ અસર પડશે નહીં.

યૂટ્યુબ શોર્ટ્સ માટે ‘નવો નિયમ’

એક બીજો ફેરફાર છે, જે નવા અને જૂના બંને ક્રિએટર્સ પર અસર કરે છે. યૂટ્યુબે શોર્ટ્સથી થતી કમાણી માટે પણ એક નવો નિયમ રજૂ કર્યો છે. 1 ફેબ્રુઆરીથી ક્રિએટર્સને શોર્ટ્સ પર એડ્સ અને સબ્સ્ક્રિપ્શન રેવેન્યુ શેરિંગ માટે એલિજિબલ બન્યા રહેવા માટે રોલિંગ 90 દિવસના સમયગાળામાં 10 મિલિયન ક્વોલિફાઇડ શોર્ટ્સ વ્યુઝની જરૂર પડશે.

બીજું કે, જે ચેનલો તે આંકડાથી નીચે આવશે, તે પાર્ટનર પ્રોગ્રામમાં બનેલી રહેશે અને લોંગ-ફોર્મ (લાંબા) વિડીયોથી કમાણી ચાલુ રાખી શકે છે. યૂટ્યુબ શોર્ટ્સથી તેમની કમાણી ત્યારે જ ફરીથી શરૂ થશે, જ્યારે તેઓ 10 મિલિયનના માપદંડને ફરીથી પૂરો કરશે.

YouTube Studio માં નવી શરતો લાગુ

ગુગલની માલિકી વાળા આ પ્લેટફોર્મનું કહેવું છે કે, જે ક્રિએટર્સ પહેલાથી જ શોર્ટ્સથી સારી એવી કમાણી કરે છે, તેમના પર નવા 10 મિલિયન વ્યુઝના નિયમની અસર પડવાની શક્યતા નથી. ક્રિએટર્સ યૂટ્યુબ સ્ટુડિયો (YouTube Studio) માં નવી શરતો લાગુ થતા પહેલા તેને રિવ્યુ અને સાઇન કરી શકશે.

ઇન્સેન્ટિવ અને ટ્રેન્ડ શરૂ કરવા જેવા વિકલ્પ

તે લિમિટથી નીચેની ચેનલો માટે યૂટ્યુબે કહ્યું કે, તે કમાણીના બીજા ઓપ્શન જોડવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં યૂટ્યુબ શોપિંગથી જોડાયેલા બોનસ, બ્રાન્ડ ડીલ્સ માટે ઇન્સેન્ટિવ અને ટ્રેન્ડ શરૂ કરવા તથા વધારવા માટે કમાણીમાં વધારો જેવા વિકલ્પ છે.

ફેન ફંડિંગ અને શોપિંગ ટૂલ્સ માટે પાર્ટનર પ્રોગ્રામનું નીચલું લેવલ પહેલા જેવું જ રહેશે. આ તે ક્રિએટર્સ માટે ઉપલબ્ધ છે, જેમના 500 સબ્સ્ક્રાઇબર્સ છે, 90 દિવસમાં ત્રણ પબ્લિક અપલોડ છે અને સાથે જ 3000 ક્વોલિફાઇડ વોચ અવર્સ અથવા 3 મિલિયન શોર્ટ્સ વ્યુઝ છે.

Viral Videos બનાવીને થશે લાખોની કમાણી ! જાણો શું છે ઝડપથી વિકસતી ‘ક્લિપિંગ ઇકોનોમી’

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">