ડૉક્ટરોના અક્ષર પ્રિસ્ક્રિપ્શનમાં શા માટે ગંદા આવે છે ખબર છે? આ રહ્યા સાચા કારણ

ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શનમાં હંમેશા વાંચવા મુશ્કેલ હોય છે, સામાન્ય લોકો તેને વાંચી શકતા નથી, પરંતુ મેડિકલ સ્ટોરના લોકો તેને આસાનીથી વાંચી શકે છે, જાણો આવું ડોક્ટર શા માટે કરે છે, કારણ શું છે..

Jun 29, 2022 | 12:06 PM
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Jun 29, 2022 | 12:06 PM

ડોકટરો જે દવાઓ લખી આપે છે તે વાંચવી કે સમજવી લગભગ દરેક દર્દી માટે મુશ્કેલ છે. મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે ડોક્ટરોનું લખાણ એવું કેમ હોય છે જે દર્દીને સમજાતું નથી. નવાઈની વાત તો એ છે કે દવાના પ્રિસ્ક્રિપ્શનમાં લખેલા દવાઓના નામ સામાન્ય માણસને સમજાતું નથી, તે દવા વેચનારાઓને સમજાય છે. જાણો, શું છે ડોક્ટરોના આવા હેન્ડરાઈટિંગ પાછળનું કારણ...

1 / 5
આવું થવાના ઘણા કારણો છે. નેશનલ મેડિકલ જર્નલ ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ કહે છે કે, ડોક્ટરોની હેન્ડ રાઈટિંગ એવી હોય છે કે ઘણી વખત તેઓ પોતાના લખાણને સમજી શકતા નથી. તેમના આવા હસ્તલેખનનું કારણ સમગ્ર દિવસમાં વધુ દર્દીઓને જોવાનું અને તેમના માટે દવાઓ લખવાનું છે. ઓછા સમયમાં વધુ દર્દીઓ જોવાના કારણે પ્રિસ્ક્રિપ્શન પણ ઝડપથી લખવું પડે છે.

2 / 5
ડોક્ટરોની હેન્ડરાઈટિંગ કેવી રીતે ખરાબ થઈ જાય છે, તેને એક અભ્યાસ દ્વારા સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુને વધુ દર્દીઓ માટે, વર્ણન લખવાને કારણે, તેમની હસ્તાક્ષર એવી બની જાય છે કે તેને સમજવું મુશ્કેલ બની જાય છે.

3 / 5
TOIના રિપોર્ટ અનુસાર, દિવસભર પ્રિસ્ક્રિપ્શન લખતી વખતે ડૉક્ટરોના હાથની માંસપેશીઓ જરૂર કરતાં વધુ થાકી જાય છે. આ રીતે હાથ થોડા સમય પછી થાકી જાય છે, આ પણ એક કારણ છે જેના કારણે તેમની હસ્તાક્ષર બગડે છે.

4 / 5
જોકે હવે ઈ-પ્રિસ્ક્રિપ્શનનો યુગ શરૂ થયો છે. જેના કારણે દર્દીઓ હવે સમજી શક્યા છે કે ડોકટરો તેમના માટે કઈ દવાઓ લખી રહ્યા છે અને તેમને ક્યારે લેવાની છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati