Credit Card News : ક્રેડિટ કાર્ડ વાપર્યા પછી યુઝરનું મોત થઈ જાય તો Outstanding રકમ કોણ ચુકવશે ?
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ક્રેડિટ કાર્ડને લઈને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. તો આજે આપણે જાણીશું કે ક્રેડિટ કાર્ડ યુઝર કાર્ડનો ઉપયોગ કરી મૃત્યુ પામે તો શું થાય ?

ક્રેડિટ કાર્ડ હોલ્ડર કાર્ડનો યુઝ કરીને જો મૃત્યુ પામે તો તેની બાકી રકમ બેંક કોના પાસેથી વસૂલ કરે છે. તે અંગે આજે જણાવીશું.

ક્રેડિટ કાર્ડનું દેવું ફક્ત તે વ્યક્તિનું છે જેના નામે કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ એક અસુરક્ષિત લોન છે, એટલે કે તેની સામે કોઈ ગેરંટી લેવામાં આવતી નથી.

જો મૃતક પાસે કોઈ સંપત્તિ (જેમ કે બેંક બેલેન્સ, એફડી, મિલકત, કાર વગેરે) હોય, તો બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપની તે સંપત્તિ સામે બાકી રકમ વસૂલ કરી શકે છે.

આ વસૂલાત મૃતકની મિલકતમાંથી કરવામાં આવે છે, વારસદારો પાસેથી કરવામાં આવતી નથી. આ સિવાય કે તેઓએ ક્રેડિટ કાર્ડ અથવા લોન માટે સહ-અરજદાર અથવા ગેરંટી આપનાર તરીકે સહી કરી હોય તો ગેરંટી આપનાર પાસે વસૂલવામાં આવે છે.

જો મૃતક પાસે કોઈ સંપત્તિ ન હોય અથવા સંપત્તિનું મૂલ્ય દેવાની રકમ કરતા ઓછું હોય, તો બેંકને નુકસાન થાય છે અને તે તેને "રાઈટ-ઓફ" કરી શકે છે.

પરિવાર અથવા વારસદારો ફક્ત ત્યારે જ જવાબદાર રહેશે જો તેમણે કાયદેસર રીતે ગેરંટી આપી હોય. સામાન્ય રીતે, ક્રેડિટ કાર્ડની બાકી રકમ વારસદારોને આપી શકાતી નથી સિવાય કે તેઓ સહ-ધારકો અથવા ગેરંટર હોય.

મૃત્યુ પ્રમાણપત્ર બેંકમાં સબમિટ કરવામાં આવે છે. બેંક મૃતકના ખાતા અને ક્રેડિટ પ્રોફાઇલનું વિશ્લેષણ કરે છે. જો ઉપલબ્ધ હોય તો મિલકતમાંથી ચુકવણી કરી શકાય છે.( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. આ જાણકારીની પુષ્ટી TV9 કરતું નથી. )
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.
