PM મોદીને આપવામાં આવેલ લોકમાન્ય તિલક એવોર્ડ શું છે? શા માટે અને ક્યારે શરૂ થયું, જુઓ PHOTOS
PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે તેના વિશે જાણો છો કે તે શા માટે અને ક્યારે શરૂ થયું? તો જાણો આ સમાચારમાં સંપૂર્ણ વિગતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે 1 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આયોજકોએ આ સન્માન વિશે અગાઉ કહ્યું હતું કે આ એવોર્ડ તેમના સર્વોચ્ચ નેતૃત્વને અપાયો છે. જેના હેઠળ ભારત પ્રગતિની સીડીઓ ચઢી રહ્યું છે. પરંતુ શું તમે આ એવોર્ડ વિશે જાણો છો?

પીએમ મોદીને આપવામાં આવેલા આ એવોર્ડની શરૂઆત 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે આપવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકમાન્ય તિલક એક અગ્રણી વ્યક્તિ હતા.

બાળ ગંગાધર તિલક ભારતીય સ્વરાજ્યના પ્રબળ સમર્થક હતા અને તેમણે જનતાને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રસ્ટનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના અસાધારણ નેતૃત્વ અને નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને માન્યતા આપવા માટે એવોર્ડના 41મા પ્રાપ્તકર્તા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે.

લોકમાન્યના પૌત્ર દીપક તિલક ટ્રસ્ટમાં સંસ્થાના પ્રમુખ છે. તિલક પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક હતા. કોંગ્રેસને જનતા સુધી લઈ જનાર વ્યક્તિ લોકમાન્ય ગણાય છે. દીપક તિલકના પિતા જયંતરાવ તિલક, જેમણે હિંદુ મહાસભાથી શરૂઆત કરી હતી, તેઓ 1950ના દાયકામાં કોંગ્રેસમાં સ્વિચ થયા અને રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ બન્યા.

મહત્વનુ છે કે આ એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહને પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગપતિ એન. આર. નારાયણમૂર્તિ અને 'મેટ્રો મેન' ઇ. શ્રીધરનને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે બાદ હવે PM મોદીને પણ આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.