Vastu Tips: રોટલી બનાવતી વખતે જો આ ભૂલો કરી તો ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાશે
ભારતીય સંસ્કૃતિમાં રસોડાને માં અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે. અહીં રાંધવામાં આવેલ રસોઈ ફક્ત શરીરને જ નહીં પરંતુ મન, વિચારો અને પરિવારની પ્રગતિને પણ અસર કરે છે. ખાસ કરીને રોટલી, જે દરેક ઘરમાં બને છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રોટલી બનાવતી વખતે કરવામાં આવેલી કેટલીક ભૂલોથી તમારા જીવનમાં અને પરિવારમાં અડચણો આવી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, રોટલી બનાવતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા જીવનમાં અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે.

રોલિંગ પિન (વેલણ) જમીન પર રાખવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે, આનાથી ઘરમાં ધનની હાનિ થઈ શકે છે. દરરોજ રોટલી બનાવ્યા પછી, વેલણને સાફ કરો અને સારી જગ્યાએ મૂકો. આ ઉપરાંત, રોલિંગ પિનને ક્યારેય તમારા પગથી અડશો નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, રોટલી વણતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, નકામી વાતચીતમાં ફસાઈ જવું કે ગુસ્સામાં રસોઈ બનાવવી, આ બધી બાબતો નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. આથી, રોટલી વણતી વખતે મન શાંત રાખો અને આજુબાજુમાં ખાસ ધ્યાન ના આપો .

વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડાની ટાઇલ્સ પર રોટલી વણવામાં આવે તો તે એક અશુભ નિશાની માનવામાં આવે છે. ઘણા લોકો રોલિંગ બોર્ડ (પાટલો) વગર ટાઇલ્સ પર રોટલી વણતા હોય છે. આમ કરવાથી ઘરમાં સંપત્તિનો અભાવ રહે છે. આથી, હંમેશા લાકડાના રોલિંગ બોર્ડ પર રોટલી વણવી જોઈએ. રોટલીને વણતી વખતે રોલિંગ બોર્ડનો ઉપયોગ કરો. આ બાબતનું ધ્યાન રાખવાથી તમારા ઘરનો કંકાશ દૂર થાય છે.

ઘણીવાર લોકો બચેલા લોટમાંથી રોટલી બનાવે છે, જે સ્વાસ્થ્ય પર તેમજ માનસિક ઉર્જા પર અસર કરે છે. આથી રોટલી બનાવતી વખતે દર વખતે તાજો લોટ જ ઉપયોગમાં લેવો જોઈએ. બચેલા લોટમાંથી રોટલી બનાવવાથી પિતૃદોષ પણ થઈ શકે છે.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































