Ram Mandir: અયોધ્યાના નિર્માણ આધિન રામ મંદિરના Latest Photos આવ્યા સામે, જુઓ કેટલે સુધી પહોંચ્યું મંદિરનું કામ
Ram mandir latest pictures: હાલમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. અયોધ્યા મંદિર બનીને તૈયાર થાય તેનો ઉત્સાહ આખી દુનિયામાં અનેક લોકો છે. તે બધા વચ્ચે રામ મંદિરના કેટલાક ફોટો સામે આવ્યા છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. મળતી માહિતી અનુસાર, ડિસેમ્બર 2023ના અંત સુધીમાં આ રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.

હાલમાં જ રામ મંદિરના બનીને તૈયાર કરવામાં આવેલા પ્રવેશ દ્વાર પરના ઉંબરાની પૂજાવિધિ કરવામાં આવી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય હાલમાં મંદિર નિર્માણના લેટેસ્ટ ફોટો શેયર કર્યા છે.

આ ફોટોમાં રામ મંદિરનું ભવ્ય રુપ ધીરે ધીરે સામે આવતું જોવા મળી રહ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.

ફોટોમાં જોઈ શકાય છે કે મંદિરને આકાર આપવા માટે સ્તંભોને જોડવાનું કામ ચાલી રહ્યું છે. મંદિરના ગર્ભ ગૃહમાં હમણાં સુધી 65 હજાર ઘનફીટ પત્થર મુકવામાં આવ્યા છે.

મંદિરના ગર્ભ ગૃહની ચારેય તરફ દીવાલ બની ચૂકી છે. મંદિરની દીવાલો 13 સ્તરમાં બનશે, જેમાં 9 સ્તરનું કામ પૂરુ થયું છે.